Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

કોડીનારમાં રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના દ્વારા રેલી મહાસંમેલન સંપન્ન

પદમાવતી ફિલ્મ સામે વિરોધ દરમિયાન રાજપૂત સમાજના યુવાનો સામેના કેસ પરત ખેંચવા માંગ

કોડીનાર તા.૨૩: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા કોડીનાર ના પેઢાવાડા ખાતે થી વિશાળ રેલી યોજી કોડીનાર ખાતે વિશાળ મહાસંમેલન યોજાયું આ સંમેલન માં બહોળી સંખ્યામાં રાજપૂત સમાજ જોડાયો હતો સમાના મોભી એ રાષ્ટ્રીય અધ્યક્ષ કરણી સેના સુખદેવસિંહજી ગોગામેડી એ સમગ્ર ભારતના રાજપૂત સમાજ ને એક થવા હાંકલ કરી હતી તેમજ તાજેતરમાં કર્ણાટકની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસના નેતા સંજય નિરૂપમ દ્વારા રાજપૂત સમાજના વજુભાઇ વાળા ઉપર કરેલ ટિપ્પણી અંગે સમાજની માફી માંગે તેમજ કોંગ્રેસ પક્ષ જો રાજપૂત સમાજના આ ઘોર અપમાન અંગે સંજય નિરૂપમ પર તત્કાલ પક્ષ દ્વારા કાર્યવાહી કરવા રાહુલગાંધીને અપીલ કરવામાં આવી હતી.

તેમજ વધુમાં રાષ્ટ્રીય મહામંત્ર સુરેશપાલ અમુજી એ પોતાની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે કાશ્મીરમાં પથ્થર મારો કરનાર પર કેશ હટાવવામાં આવ્યા છે તો પદમાવતી ફિલ્મના વિરોધમાં આંદોલન દરમ્યાન રાજપૂત સમાજના લોકો પર થયેલા કેસો પણ સરકાર દ્વારા ૨૪ દિવસમાં હટાવવામાં આવે અન્યથા શકિતપ્રદર્શન કરવા ચિમકી ઉચ્ચારી હતી.

ગુજરાતના અધ્યક્ષ રાજસિંહજી શેખાવતે સમાજને વ્યશન મુકત બની એક થવા હાંકલ કરી હતી આ અંગે બ્રહ્મસમાજ દ્વારા બહારથી કોડીનાર પધારેલ રાજપૂત અગ્રણી અધ્યક્ષે એ આભાર વ્યકત કરી બોલીવુડ દ્વારા આગામી દિવસોમાં જો ઝાંસી કી રાની ઉપરની ફિલ્મ મણીકર્ણિકા રીલીઝ કરવામાં આવશે અને જો કોઇ ઇતિહાસ માં ખોટી છેડછાડ કરી બતાવવામાં આવશે તો ફરી આંદોલનો કરવા જણાવ્યું હતું. (૧.૨)

(10:40 am IST)