Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

શ્રી સોમનાથ મહાદેવના દર્શને ગોવિંદા અને પુત્રી ટીના આહુજા

વેરાવળ-પ્રભાસપાટણ-જુનાગઢઃ  ફીલ્મ અભિનેતા ગોવિંદાએ સોમનાથ મહાદેવના દર્શન અભિષેક,મહાપૂજા,કરેલ હતા સોમનાથ મંદિરમાં તેઓએ ડેવલોપમેન્ટ પ્રોજેકટની માહિતી મેળવી હતી. ગોવિંદાનું સન્માન ઇન.ચાર્જ મેનેજર દ્વારા કરવામાં આવેલ હતુ આ પ્રસંગે સોમનાથ સુરક્ષા ડીવાયએસપી શ્રી પરમાર ઉપસ્થિત રહ્યા હતા.  વિઝીટર બુકમાં ગોવિંદાએ પોતાના વિચારો વ્યકત કરતા જણાવેલ કે અતિ આનંદ થયો જયારે પુત્રી ટીના આહુજાએ જણાવેલ કે સોમનાથ આવવાનું સ્વપન સાકાર થયુ ભાગ્યશાળી હોવાનો અનુભવ અને આર્શિવાદની અનુભૂતિ કરૂ છું.(તસ્વીરઃ અહેવાલ : દિપક કક્કડ, દેવાભાઇ રાઠોડ, વિનુ જોષી, વેરાવળ-પ્રભાસપાટણ-જુનાગઢ)

(12:05 pm IST)