Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

જામકંડોરણાનો સગીર ટાબરીયો સ્‍વીફટ ભાડે લઇને મોજ કરવા નિકળ્‍યોને યુવકને મોતને ઘાટ ઉતાર્યોઃ ધરપકડ

ખંભાળીયાના બારા ગામના મૃતક યુવકનો ફાઇલ ફોટો.

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૨૩ : ખંભાળીયા-દ્વારકા રોડ પર મીલીટરીમાં ફરજ પર હાજર થવા નીકળેલા રાજપુત યુવાનને સ્‍વીફટ કારથી ઉડાડી મોત નિપજાવનાર કાર ચાલક જામકંડોરણાનો સગીર-ટાબરીયો હોવાનું ખુલ્‍યું છે. રાજકોટમાં ખોટુ ડ્રાઇવીંગ લાયસન્‍સ આપી સ્‍વીફટ ભાડે લઇ મોજ કરવા નિકળેલ હતો. ખંભાળીયા પોલીસ ઇન્‍સ્‍પેકટર બી.જે.સરવૈયાએ પકડી પાડેલ છે.

(1:40 pm IST)