Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

મોરબીના યુવા અગ્રણી અજય લોરિયાએ બે કોવીડ કેર સેન્ટરને ૫૧-૫૧ હજારની આર્થિક મદદ અર્પણ કરી

મોરબીમાં કોરોના મહામારી વચ્ચે સેવાકાર્યો થકી માનવતાને મહેકાવતા કિસ્સાઓ પણ જોવા મળી રહ્યા છે અનેક સેવાભાવી લોકો અને સંસ્થાઓ યથાયોગ્ય આર્થિક અને અન્ય મદદ કરીને કોરોના સામેની જંગમાં યોગદાન આપી રહ્યા છે ત્યારે યુવા અગ્રણીએ બે કોવીડ કેર સેન્ટરને ૫૧-૫૧ હજારની સહાય કરી છે
મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય અને યુવા અગ્રણી અજય લોરિયા કોરોના મહામારી સમયથી સમાજ સેવાના કાર્યો સાથે જોડાયેલા છે અનેક વિધ સેવાઓ અને દર્દીઓની સેવા માટે તેમને આખી ટીમ મેદાને ઉતારી છે ત્યારે મોરબીમાં કાર્યરત યંગ ઇન્ડિયા ગ્રુપ કોવીડ સેન્ટર અને પાટીદાર કોવીડ સેન્ટરને ૫૧૦૦૦-૫૧૦૦૦ ની આર્થિક મદદ કરી હતી

(10:30 pm IST)