Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

જામનગરમાં ૪ મહિલા સહિત જુગાર રમતા ત્રણ દરોડામાં ૨૦ શખ્સો ઝડપાયા

જામનગર, તા.૨૩ : સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિનોદભાઈ જેશાભાઈ જાદવ એ ફરીયાદ નોંધાવી છે કે, રણજીતસાગર રોડ, સાધના કોલોની, બીજા ઢાળીયાની સામેની બાજુમાં રોડ પર આરોપી સદામહુશેન કાસમભાઈ ખીરા, જીતેન્દ્રભાઈ હોતચંદભાઈ હરવાણી, દિલીપભાઈ બચુભાઈ ભટ્ટી, રતન આરમુગમ મોદલીયા, ચલણી નોટો વડે એકીબેકી નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રૂ.૧૭૬૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. સલીમ હુશેન નોયડા એ ફરીયાદ નોંધાવી છે કે, દિગ્જામ સર્કલ આગળ રેલ્વેના પાટાની બાજુમાં ગણપતનગર, રમા અલ્તાફ સમાન મકાન પાસે, જામનગર માં આરોપીઓ અલ્તાફ અબ્દુલભાઈ સમા, આસીફ જુસબભાઈ સમા, રાણશી કેશુભાઈ સંધીયા, નયનાબેન રાજેશભાઈ બાબુલાલ બામણીયા, મીનાબા ધીરૂભા જોરૂભા ચુડાસમા, હર્ષિદાબેન મંગાભા હિરાભાઈ પરમાર, સોનલબેન ગોવિંદભાઈ ખાખરીયા, ફરીદાબેન શબીરભાઈ ભગાડ વાઘેરા, રે. જામનગરવાળા જાહેરમાં રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.ર૪૭પ૦/– સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. વનરાજ માંડણભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, નીલકમલ સોસાયટી શેરી નં.–પ માં આરોપીઓ કાળુભા માધવસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ માણેકલાલ કુંડલીયા, એજાજભાઈ મહમદભાઈ રાજકોટીયા, સફીકભાઈ મામદભાઈ ટીટોળી, અલીભાઈ મુસાભાઈ મનોરીયા, સેજાજ ઓસમાણભાઈ નગીનાવાડી, મહેશભાઈ જેન્તીભાઈ પારેખ, ગંગારામભાઈ રાજુમલ તન્ના, જુગાર રમતા રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૪,૧૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:52 pm IST)
  • દેશમાં કોરોનાનો વણથંભ્યો આતંક : છેલ્લા 24 કલાકમાં ભારતમાં સતત ત્રીજા દિવસે 3 લાખથી વધુ નવા કોરોના વાયરસ કેસ નોંધાયા છે અને 2050 થી વધુ લોકોના દુઃખદ મૃત્યુ થયા છે : હજુ કેટલાક રાજ્યોએ છેલ્લા 24 કલાકના નવા કેસ રિપોર્ટ કરવાના બાકી છે. access_time 10:59 pm IST

  • કલેકટરની મહત્વની જાહેરાત : રાજકોટમાં ઓક્સિજનનો પ્રશ્ન ૮૦ થી ૯૦% સોલ્વ થઈ ગયો છે : સવારમાં ૧૭ ટન ઓક્સિજન આવી ગયો છે : ૩૩ ટનના બે ટેન્કર કલાકથી બે કલાકમાં આવી જશે અને સાંજ સુધીમાં ૫૦ ટન ઓક્સિજન રાજકોટમાં ઠલવાઈ જશે : ભાવનગરથી ૧૦ ટન ઓક્સિજન સાંજ સુધીમાં આવી જશે : દરેક ટેન્કરમાં ૧૭ થી ૧૮ હજાર મેટ્રીક ટન લીટર ઓક્સિજન હોય છે : રાજકોટને ૧૦ ટનની જરૂરીયાત છે તે મુજબ કાર્યવાહી થઈ રહી છે : ૩૦થી વધુ અધિકારીની ટીમ ઓક્સિજન બાબતે કામ કરી રહી છે : ડે. કલેકટર જે.કે. જગોડા, એડી.કલેકટર જે.કે. પટેલ તથા અડધો ડઝન મામલતદારો અને સ્ટાફ સિવિલ, સમરસ, કેન્સર તથા પ્રાઈવેટ હોસ્પિટલોમાં ઓક્સિજન પહોચે તે અંગે વ્યવસ્થા કરી રહ્ના છે access_time 12:16 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક આદેશ જાહેર કર્યો છે અને પોલીસતંત્રને કહ્યુ છે કે સ્કુટર ચાલકો અને મોટર ચાલકો પાસેથી માસ્ક પહેર્યુ ન હોય તે સિવાય બીજો કોઈપણ દંડ હાલના સંજોગોમાં વસૂલવો નહિં access_time 6:08 pm IST