Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

લોધિકા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૨૩: લોધીકા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આઇશોલેશન કોવિડ સેન્ટરની મુલાકાતે  જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મહામંત્રી મનસુખભાઈ રામાણી,મહામંત્રી મનિષભાઈ ચાંગેલા, ધારાસભ્ય શ્રીલાખાભાઈ સાગઠીયા, લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ કમાણી, તાલુકા ભાજપ મહામંત્રી દિલીપભાઈ કુગશિયા, તાલુકા પંચાયત  પ્રમુખ ગીતાબેન રાઠોડ, શૈલેષભાઈ રાઠોડ, જીલ્લા પંચાયત સદસ્ય મોહનભાઈ દાફડા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અનિરુદ્ઘસિંહ ડાભી, તાલુકા મહામંત્રી મોહનભાઈ ખુંટ , તાલુકા પંચાયત ઉપ પ્રમુખ કિશોરભાઇ, ડો.પ્રકાશ વિરડા, દિલીપભાઈ મારકણા, મામલતદાર કે.કે. રાણાવસીયા સાહેબ, ટી.ડી.ઓ મીરાબેન સોમપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તેમજ આરોગ્ય કર્મચારીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહેલ.

તેમજ હોસ્પિટલના ડોકટરો સાથે સંકલન કરી ઝડપભેર આઇશોલેશન કોવિડ સેન્ટર શરૂ કરવા રજૂઆત કરેલ,તેમજ લોકોને પણ વધુમાં વધુ રસીકરણ કરવાં માટે વિનંતી કરેલ હતી.

(11:26 am IST)