Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

લાઠીમાં લાલજી દાદાના વડલે વધુ એક સુવિધા

દામનગર : લાઠી લાલજી દાદા ના વડલા ખાતે દર્દી નારાયણો માટે આશીર્વાદ રૂપ સેવા વધતા કોવિડ ૧૯ સંક્રમણ થી પીડિત દર્દી નારાયણો ને વિવિધ પ્રકાર ના ટેસ્ટ માટે જિલ્લા મથકે દિવસ ભર લાંબી લાઈનો માંથી મુકિત મળી છે. સંતોક બા મેડિકલ સેવા દ્વારા સુવિધા ઉભી કરાય છે. વતન પ્રેમી દાતા ગોવિદ ભગત ની દુરંદેશી એ અતિ અદ્યતન ટેસ્ટીગ મશીનો મેડિકલ ઇન્સ્યુમેન્ટ ઉપલબ્ધ થતા આજરોજ દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં તબીબો ની મુલાકાત લેતા લાલજી દાદા ના વડલા ના ટ્રસ્ટી અશોકભાઈ કથીરિયા નિરંજની સાહેબ એ દામનગર શહેર ના અનેકો તબીબો અને સ્થાનિક અગ્રણી ભગવાનભાઈ નારોલા ને મળી દર્દી નારાયણો માટે ડી. ડાયમર.સી.આર.પી. ઓકિસજન. સહિત ની સુવિધા ઉપલબ્ધ કરાવશે અને વિવિધ ટેસ્ટ સ્થાનિક કક્ષા એથી થઈ શકે તે માટે સ્થાનિક અગ્રણી ઓ અને તબીબો ને અવગત કર્યા હતા.

(10:57 am IST)