Gujarati News

Gujarati News

News of Thursday, 23rd April 2020

અમરેલી-જીલ્લામાં દિલીપભાઇ સંઘાણી દ્વારા રાશનકિટનું વિતરણ

અમરેલીઃ બે-ટંકનું કરી ખાતા અત્યંત મધ્યમ અને જરૂરતમંદ વિસ્તારના રહીશોને કોરોના સંક્રમણની લોકડાઉન સ્થિતિમાં મુશ્કેલી ન સર્જાય તે માટે નાફેડ દ્વારા તૈયાર કરાયેલ જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુઓના સમાવેશ સાથેની કીટ પુરી પાડવામાં આવી હતી. ગાંધીનગર ખાતે રહીને પણ અમરેલીની ચિંતા કરતા દિલીપ સંઘાણીની સેવા સરાહનીય રહી છે. કીટ વિતરણ સમયે સાંસદ નારણભાઇ કાછડીયા, અશ્વિનભાઇ સાવલીયા, કૌશિક વેકરીયા, ભાવનાબેન ગોંડલીયા, તુષાર જોશી, રાજેશભાઇ કાબરીયા, મનીષભાઇ ધરજીયા, મેહુલભાઇ ધોરાજીયા, રમેશભાઇ કાપડીયા, કિલુભાઇ શુકલ, બાબુભાઇ હિરપરા અને ભગીરથભાઇ ત્રિવેદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ અહેવાલ-અરવિંદ નિર્મળ-અમરેલી)

(1:07 pm IST)