Gujarati News

Gujarati News

News of Thursday, 23rd April 2020

ધોરાજીમાં લોકડાઉનની પરિસ્થિતિમાં ૩૫૦ થી વધારે પ્લાસ્ટિકના કારખાનાઓ બંધ

૧૦ હજારથી વધારે કારીગરો બેકારઃ ૨ હજાર પરપ્રાંતિય મજુરો કારખાનામાં ગોંધાયેલ હાલતમાં: કરોડોનું નુકશાન

ધોરાજી, તા.૨૩: કોરોનાના કહેરમાં લોકડાઉનની સ્થિતિમાં ધોરાજીમાં લોકડાઉનની સ્થિતિમાં ૩૫૦થી વધારે કારખાનાઓ બંધ હાલતમાં છે. જે કારખાનાઓમાં પ્લાસ્ટીકની પટ્ટીઓના કારખાનાઓ, પ્લાસ્ટીકની દોરીઓ, દોરડાઓ એગ્રો કલ્ચર પાઇપો, સુતરી અને ફ્રુટની ઝાળીઓ મળી જુદા જુદા ૩૫૦ થી વધારે કારખાનાઓ લોકડાઉનની સ્થિતિમાં બંધ હોવાથી આ પ્લાસ્ટિક ઉદ્યોગને રોજ કરોડોનું નુકશાન સહન કરે છે અને એપ્રિલ માસનો પગાર કારીગરોને ચુકવી દીધેલ છે.

હવે કારખાના માલીકો પાસે મજુરોના પગારના પૈસા નથી અને આ તકે પ્લાસ્ટિક એશોસશના પ્રમુખ દલસુખભાઇ વાગડીયાએ જણાવેલ કે કારખાનાવાળાઓને લાખોની લોન CC અને અન્ય ઉછીના અને ઉધારીમાં કારખાનાઓ ચલાવતા () જીએસટી અને નોટબંધીથી આ ઉદ્યોગને મોટો ફટકો પડેલ અને માડમાડ આ ઉદ્યોગ બેઠો થવાની તૈયારીમાં હતો ત્યાં લોકડાઉન આ સ્થિતિમાં પ્લાસ્ટિક ઉદ્યોગકારોને બેઠા કરવા માટે પ્લાસ્ટિક એશોશીનના પ્રમુખ દલસુખભાઇ વાગડીયાની આગેવાનીમાં પ્લાસ્ટિક એશોસનના હોદેદારોએ ડે કલેકટરને રજુઆત કરેલ કે આ પ્લાસ્ટિક ઉદ્યોગને બેઠો કરવા ઓછા વ્યાજની લોન આપવી CC આપવી તેમજ ધોરાજી નગરપાલીકાની હદમાં આવેલ તમામ પ્લાસ્ટિકના કારખાનાઓને ચાલુ કરવા તાત્કાલીક મંજુરી આપવી અને વિજળી બીલમાં રાહત આપવી, પ્લાસ્ટિકના કારખાનાઓમાં કામ કરતા ૧૦ હજારથી વધારે મજુરો ધોરાજી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના અને ધોરાજીના હોય તેને આપવા જવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી અને ૨ હજાર જેટલા પરપ્રાંતી મજુરો છે તેને બેઠો પગાર કેમ આપવો, રહેવા અને જમવાની વ્યવસ્થા લોકડાઉનમાં માનવતાના ધોરણે કરી હવે અમારી પાસે પણ પૈસા ખુટયા હવે કેમ કરવું, આ પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે જોડાએલા ૧૫૦ જેટલ લેથ અને તેના કારીગરો પણ બેકાર થઇ ગયેલ છે જો સરકાર આ અંગે યોગ્ય કાર્યવાહી કરી તત્કાલ મંજુરી મળે તો સાયકલ થાય હાલમાં ગુજરાત અને અન્ય રાજયમાં માલ સામાન અને કાચો માલ માટે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા અને કારખાનાઓ તૈયાર માલના ઢગલાઓ પડેલ છે તેને શુ જો સરકાર દ્વારા આ પ્લાસ્ટિક ઉદ્યોગ જે સમગ્ર દેશના કચરામાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે. તો આ ઉદ્યોગને યોગ્ય મદદ કરી સ્વચ્છતા અભીયાનમાં મદદગારી ગણાશે. ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગ સમગ્ર દેશમાંથી પ્લાસ્ટિક વેસ્ટ ધોરાજી આવે છે અને વેસ્ટમાંથી બેસ્ટ ધોરાજીમાં પ્લાસ્ટિકના રીસાયકલના કારખાનાઓ અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લઇ વહેલી તકે ચાલુ થાય તો કારખાના માલીકો અને મજુરો અને તેની સાથે અન્ય વેપાર ધંધાઓ ચાલુ થાય.

(10:22 am IST)