Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

પોરબંદરમા કોરોનાના શંકાસ્પદ દર્દીઓના ઘરો ઉપર તંત્ર દ્વારા 'સાવધાન'ના સ્ટીકરોઃ ભય વધે તેવી સંભાવના

કેટલાંક વિસ્તારમાં લોકો અંગ્રેજી નામથી અજાણ હોય સાવધાનના બોર્ડથી ભડકી જતાની ચર્ચા

પોરબંદર તા.ર૩ : વહીવટી તંત્ર દ્વારા કોરોના વાઇરસ સામે સાવચેતી અને તકેદારી માટે શહેરમાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓ કે જેઓનું ચેકઅપ કરીને હોસ્પિટલમાંથી રજા આપી દીધી હોય તેમના મકાન ઉપર ''સાવધાન'' કવોરનટાઇન   વિસ્તારના લખાણવાળા સ્ટીકર લગાડવામાં આવતા લોકોમાં ભય વધે તેવી સંભાવના ઉભી થઇ રહી છે.''સાવધાન'' કવોરનટાઇન વિસ્તારના સ્ટીકરોમાં કેટલાંક વિસ્તારમાં લોકો અંગ્રેજી નામથી અજાણ હોય આવા સ્ટીકરથી ભડકી જતાંની તેમજ આવા સ્ટીકરથી કોરાના સંબંધે લોકોમાં ખોટી અફવા અને ગભરાટ ફેલાય તેવી સંભાવના વધે તેવી ચર્ચા થઇ રહી છે. વહીવટીતંત્રએ આવા સ્ટીકરો વિશે કોઇ માહિતી કેસૂચના મીડીયાને ન આપતા આશ્ચર્ય ફેલાયું છે. કેટલાંક વિસ્તારમાં કોરોનટાઇન એટલે શું? તેવા પ્રશ્નો લોકો પુછતા જોવા મળે છે તંત્ર દ્વારા સાવધાનના સ્ટીકર અંગે લોકો માં સાચી સમજ આપે તેવી માગણી ઉઠી છે.

(1:14 pm IST)