Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ભુજમા ગેરકાયદે બાંધકામ વિરૂધ્ધ આત્મવિલોપનની ચીમકી પછી તંત્ર દોડયું: પાવર પ્લસ જીમને સીલ

ભૂકંપગ્રસ્ત ભુજ શહેરમાં ગેરકાયદે બાંધકામ સામે તંત્રનું મૌન ડિઝાસ્ટરની મોકડ્રીલ યોજવાને બદલે સરકાર ગેરકાયદે બાંધકામ સામે કડક બને

ભુજ તા.૨૩: ૨૬ જાન્યુ.૨૦૦૧ના વિનાશંક ભુકંપ બાદ આપતિ દરમ્યાન માલ અને જાનહાનિ રોકવા માટે સરકારે ભુજ ડેવલપ મેન્ટ ઓથોરીટી તો બનાવી પણ બાંધકામના નિયમોનું પાલન કરાવવામાં આ ઓથોરીટી તો બનાવી પણ બાંધકામના નિયમોનું પાલન કરાવવામાં આ ઓથોરીટી નિષ્ફળ રહી છે.

ભુજ એરીયા ડેવલપમેન્ટ ઓથોરીટી લાડાએ ભુજના આરટીઆઇ એકટીવીસ્ટે ગેરકાયદે બાંધકામ સામે ફરિયાદ કરીને આત્મ વિલોપનની ચીમકી આપ્યા બાદએ બાંધકામને 'સીલ'કર્યુ છે.

પાવરજીમ બિલ્ડીંગ કોઇ પણ મંજુરગી વગર ઉભી કરી દેવાઇ હતી વારંવાર ભાડા સામે એ ફરિયાદો થતી રહે છે કે મધ્યમવર્ગનો લોકોને મકાનની મંજુરી મેળવતા દમ નીકળી જાય છે પણ ગેરકાયદે બાંધકામ તરફ ભાડા આંખમીંચા મણા કરે છે.

ખરેખર તો સરકારે ડિઝાસ્ટરની મોકડ્રીલ યોજવાને બદલે ગેરકાયદે બાંધકામની વિરૂધ્ધ કડક પગલા ભરવાની જરૂરત છે. પાવરજીમના ગેરકાયદે બાંધકામ સીલ કરાયા પછી પણ ભાડાના જુનીયર ટાઉન પ્લાનર એચઆઇ પ્રજાપતીએ મીડીયાને માહિતી આપવાના અખાડા કર્યા હતા.

(1:16 pm IST)