Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

પોરબંદર પાસે ૪ અજાણ્યા બાઇક સવારો દ્વારા ૪.૪૩ લાખની લૂંટ

આદિત્યાણાથી પોરબંદર બાઇક ઉપર જતા પિતા-પુત્રને લૂંટારૂઓને આંતરી પથ્થરો માર્યાઃ ૪૩ હજારની રોકડ અને સોના-ચાંદીના દાગીના સાથેની બેગ ઝુંટવી

પોરબંદર, તા., ર૩: આદિત્યાણાથી પોરબંદર બાઇક ઉપર આવી રહેલ પિતા-પુત્રના બાઇકનો પીછો કરીને ર બાઇકમાં ડબલ સવારી આવી રહેલ ૪ અજાણ્યા શખ્સોએ આંતરીને પથ્થરો મારીને ૪૩ હજારની રોકડ તથા સોના-ચાંદીના દાગીના સાથેની બેગની લૂંટ કરી નાસી ગયા હતા. શહેરમાં સ્કોર્પીયો કારની લૂંટ બાદ ર૪ કલાકમાં લૂંટનો આ બીજો બનાવ છે.

છાંયા ખડા વિસ્તાર ભારતીય વિદ્યાલય પાસે રહેતા અને સોની કામ કરતા સમીરભાઇ ગોવિન્દભાઇ જોગીયાએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ કે, ગઇકાલે રાત્રીના આદિત્યાણાથી પોરબંદર પિતા સાથે બાઇકમાં આવી રહેલ ત્યારે ડબલ સવારી ર બાઇકમાં ૪ અજાણ્યા શખ્સોએ પીછો કરેલ અને પોરબંદર નજીક પોતાના બાઇકને આંતરીને પથ્થરો મારતા પોતાને માથાંમાં ઇજા થયેલ અને પિતાને ધક્કો મારી પછાડી દઇ ૪૩ હજાર રોકડ તથા સોના-ચાંદીના દાગીના આશરે ર૦૦ ગ્રામ કિ. ૪ લાખ સાથેની બેગ ઝંુટવી લઇને નાસી ગયેલ હતા.

ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લુંટારૂ સામે ગુન્હો નોંધીને પોલીસે તપાસ શરૂ કરી છે.

(12:04 pm IST)