Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ઉના તાલુકા ખરીદ-વેચાણ સંઘની સામાન્ય ચૂંટણીમાં ર૧ ઉમેદવારો મેદાનમાં: ૯ બેઠકો બીન હરીફની સંભાવના

ઉના તા. ર૩ :.. તાલુકા ખરીદ-વેચાણ સંઘના કાર્યવાહક સમિતીના ૧પ સભ્યોની મુદત ગત ર૩ ડીસેમ્બરે પુર્ણ થઇ ગયેલ હોય અને સંઘના નવા ડાયરેકટર બોર્ડ માટેની ચૂંટણીનું જાહેરનામુ ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર ઉના દ્વારા બહાર પાડવામાં આવેલ હતું જે અંતર્ગત ઉમેદવારી ફોર્મ ભરવાની આખરી તારીખે તા. ખ. વે. સંઘના કુલ ૧પ વિભાગ મતદાર મંડળ માટે કુલ ર૧ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.

કુલ ૧પ પૈકી ૯ મતદાર મંડળો માટે એક - એક ઉમેદવારો ના જ ઉમેદવારી પત્ર રજૂ થયેલ હોય આ બેઠકો બીન હરીફ જાહેર થવાની શકયતા છે.

અન્ય ૬ વિભાગોમાં દરેકમાં બે - બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવેલ હોય જે વિભાગોનાં ઉમેદવારો દ્વારા ફોમૃ પરત ખેંચવાનાં દિવસે કોઇ ફેરફારો ન થાય તો તેમાં ચૂંટણીનું મતદાન થવાની પણ શકયતા જોવાઇ રહી છે.

બીન હરીફની સંભાવનામાં શાણા વાંકીયામાં લાલજીભાઇ હરીભાઇ ડોબરીયા, આમોદ્રામાં શ્રી કનુભાઇ લખમણભાઇ સોલંકી, ધોકડવામાં શ્રી અરજણભાઇ કરશનભાઇ કાથરોટીયા, મોટાડેસરમાં ભીખાભાઇ રામભાઇ બાંભણીયા, સીમાસીમાં ગાંડાભાઇ ગોવિંદભાઇ વાળા, ગરાળમાં પુંજાભાઇ કાળાભાઇ રામ, વડવીયાળામાં લાખાભાઇ ઉકાભાઇ ઝાલા, ઉનામાં યુસુફભાઇ મામદભાઇ ઘાંચી, કંસારીમાં ભીખાભાઇ દેવસીભાઇ નંદવાણા, સીંગલ ઉમેદવારી ફોર્મ આવેલ છે.

જે મતદાર વિભાગોમાં ચૂંટણી યોજાવાની છે તેમાં જુના ઉગતા વિભાગ મતદાર મંડળ, સોંદરડી વિભાગ મતદાર મંડળ, જુના ઉગલા વિભાગ મતદાર મંડળ, ગીરગઢડા વિભાગ મતદાર મંડળ, તડ વિભાગ મતદાર મંડળ, ફાટસર વિભાગ મતદાર મંડળ આમ કુલ ૬ વિભાગોની ચૂંટણી માટે આગામી ૧૦ માર્ચના રોજ મતદાન સંભવત યોજાશે.

(11:31 am IST)