Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

હળવદની મહિલા બૂટલેગરને ઝડપી લેવા પોલીસની દોડધામ

મોરબી, તા. ર૩ : હળવદ પંથકમાં દારૂના દુષણને ડામવા માટે એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક બુટલેગરને ઝડપી લીધો છે જયારે અન્ય મહિલાનું નામ ખુલતા તેણે ઝડપી લેવા કવાયત આદરી છે.

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી એસઓજી ટીમના પીઆઈ એસ.એન. સાટીની ટીમ હળવદ ટાઉનમાં પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન બાતમીને આધારે એસઓજી ટીમે હળવદ નેશનલ હાઈવે જીઆઈડીસી પાસેથી આરોપી બજરંગ લીલાભાઈ ગોહેલ (ઉ.વ.૨૧) રહે. ભવાનીનગર હળવદ વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ ૧૫ નંગ અને ચપલા નંગ ૧૫ સહીત ૬૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો જયારે આરોપીએ બુટલેગર ગીતાબેન વિનુભાઈ કોળી રહે હળવદ પાસેથી દારૂ મેળવી તેનું વેચાણ કરતો હોવાની કબુલાત આપતા હળવદ પોલીસમાં ગુન્હો રજીસ્ટર કરાવી મહિલા બુટલેગરને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(11:28 am IST)