Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ગોંડલ નજીક ખાનગી બસ હડફેટે બિલીયાળાના નાગજીભાઇ પટેલનું મોત

માથા પર બસના તોતીંગ વ્હીલ ફરી વળતા અરેરાટી ભર્યા દૃશ્યો

તસ્વીરમાં બસ હડફેટે બાઇકનો બુકડો બોલી ગયો હતો તે અને ઘટના સ્થળે લોકોના ટોળા નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

ગોંડલ, તા. ર૩ : ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે અકસ્માત માટે દિવસેને દિવસે કુખ્યાત બનતો જાય છે ત્યારે આજરોજ વધુ એક અકસ્માતની દ્યટના બનવા પામી હતી જેમાં બિલીયાળા પટેલ પ્રૌઢનું કમકમાટીભર્યુ મોત નિપજયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભોજપરા ગામના પાટિયા પાસે આજે સવારના સુમારે gj 4at ૫૫૫૪નંબર ખાનગી લકઝરી બસે મોટરસાયકલ gj 03fs ૫૯૮૨ જઇ રહેલ બિલીયાળા ગામના નાગજીભાઈ મોહનભાઈ ડોબરિયા પટેલ ઉમર વર્ષ ૬૩ ને હડફેટે લેતાં અકસ્માત સર્જાવા પામ્યો હતો અકસ્માતમાં નાગજીભાઈ ના માથા પર બસનાં તોતિંગ વ્હીલ ફરી જતા તેમનું દ્યટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. પટેલ વૃધ્ધના માથા પર બસના તોતીંગ વ્હીલ ફરી વળતા ઘટના સ્થળે અરેરાટી ભર્યા દૃશ્યો સર્જાયા હતા. વધુ તપાસ તાલુકા પોલીસના જમાદાર રાજુભાઇએ હાથ ધરી છે.

(11:28 am IST)