Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

જુનાગઢની રણછોડનગર સોસાયટીની પાણી વિતરણ વ્યવસ્થા પ્રેરણારૂપ

જૂનાગઢ : સમગ્ર ૨૨ માર્ચના દિવસને વિશ્વમાં વિશ્વ જળ દિન તરીકે મનાવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમ જ જળને વેડફાતું અટકાવવાનો છે. વર્તમાન સમયમાં જળસમસ્યા રોજબરોજ વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે. જળસમસ્યાઓમાં અછત અથવા દુકાળ, પૂરને કારણે લીલો દુકાળ, પાણીની વહેંચણીમાં થતા વિવાદ, પાણીમાં અશુધ્ધિના કારણે થતા રોગો, વિનાશક સુનામી, જમીનનું ધોવાણ જેવા પ્રશ્નો ઉકેલ માંગી રહ્યા છે ભારત દેશ અને એમાં પણ ગુજરાત રાજયના કચ્છ, કાઠિયાવાડ, ઉત્ત્।ર ગુજરાતના કેટલાક પ્રદેશોમાં જળસમસ્યા (અછત) વર્ષો જૂની છે. આ ઉપરાંત નદી તેમ જ દરિયાકિનારાની જમીનનું ધોવાણ તેમ જ ખારાશનું પ્રમાણ વધી જવું જેવી સમસ્યાનો પણ ગુજરાત રાજય સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત નદી તેમ જ દરિયાના પાણીમાં છોડવામાં આવતા કારખાનાના ગંદા પાણી તેમ જ ગટરના ગંદા પાણીને લીધે પ્રદુષિત થતા પાણીની સમસ્યા પણ ભારત દેશમાં ઘણી મોટી છે ઇ. સ. ૧૯૯૩ના વર્ષમાં સંયુકત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ,૨૨ માર્ચના દિવસનેં વિશ્વ જળ દિન ઘોષિત કરેલ છે.

વિશ્વમાં પાણીની સમસ્યા અંગે આપણે વારંવાર સાંભળતા હોઇએ છીએ. ભવિષ્યમાં વિશ્વ પાણીની અછતથી પીડાતું હશે એવું આપણે સમાચારપત્રોમાં વાંચીએ છીએ પણ આવા સમાચારોની ગંભીરતાને આપણે સમજતાં નથી. આ વાત જયારે યુનાઇટેડ નેશન્સ(યુ. એન.) કહી ત્યારે વાતને ગંભીરતાથી લેવાનું વિશ્વના દેશોએ શરૂ કર્યુ છે. યુનાઇટેડ નેશન્સ-સંયુકત રાષ્ટ્ર સંઘે વિશ્વને ચેતવણી આપતાં જણાવ્યું છે કે, પ્રવર્તમાન સંજોગોમાં વિશ્વના અમુક પ્રદેશો પાણીની તિવ્ર અછતથી પીડાઇ રહ્યા છે. આગામી સમયમાં આ સ્થિતિને વકરતી અટકાવવા માટે પાણીનો બચાવ કરવામાં નહી આવે તો વિશ્વ માટે એક મોટી મુશ્કેલી ઊભી થઇ શકે તેમ છે. વિશ્વની પાણીની પરિસ્થિતિ અંગેનો અભ્યાસ કરીને સંયુકત રાષ્ટ્ર સંઘે અહેવાલમાં નોંધ કરી છે કે, વિશ્વમાં દિવસેને દિવસે ખોરાકની માંગ અને જળની અછત આવી રીતે જ વધતી જશે તો આવનારા વર્ષોમાં વિશ્વના અમુક દેશો ખોરાક અને પાણી માટે રીતસરના વલખા મારતાં હશે. આપણી પાણી મેળવવાની ભૂખ હજુ પણ પ્રજવલ્લિત છે. પાણીની ભૂખનો જવાળામુખી હજુ શાંત થયો નથી. આજે સ્થિતિ એવી છે કે, લોકોને પાણી એકદમ હાથવગું જોઇએ છીએ. આવી રીતે પાણી મેળવી લેવાની લાહ્યમાં પૃથ્વીની હાલત ચારણી જેવી થઇ ગઇ છે. બોરવેલની ટેકનોલોજીથી આપણે આજે ભૂગર્ભજળ મેળવવા માટે એટલા ઊંડા ઉતરી ગયા છીએ કે, ભવિષ્યમાં ભૂતળમાં દરિયાના ખારા પાણી ઘુસી આવી રહ્યા છે, જુનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાનાં દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા ગામોમાં ભૂગર્ભજળના સ્રોતોમાં દરિયાના ખારા પાણી આવી ગયા છે અને દિવસેને દિવસે આ સમસ્યા વકરતી જાય છે. આ સમસ્યાને કાબુમાં લેવાના પગલાઓ લેવામાં નહી આવે તો એક અંદાજ પ્રમાણે પરિસ્થિતિ એવી નિર્માણ થશે કે દરિયાકાંઠાથી દૂર વિસ્તારમાં પણ બોરવેલ કરવામાં આવે તો પણ તેમાંથી ખારૃં પાણી પ્રાપ્ત થશે.

શહેરોમાં પાણીની તંગીને મહદઅંશે ઓછી કરી શકાય. આવો આપણે પાણીનાં વપરાશની કેટલીક વાતો જાણીએ મહાનગરમાં વસતા પ્રરબુધ્ધ નગરજનોનાં ઘરમાનાં નળ/વાલ્વમાં લીકેજ ના લીધે ૧૭% થી ૪૪% પાણી ગટર માં વ્યર્થ જાય છે. ભારતના કેટલાક રાજયોની મહિલાઓ પીવાના પાણી માટે રોજના સરેરાસ ૪ થી ૬ કિમી પગપાળા જાય છે. જો બ્રશ કરતા સમય નળ ખુલ્લો રહી જાયે તો પાંચ મિનીટમાં આશરે ૨૫ થી ૩૦ લીટર પાણીનું વ્યય થાય છે. ન્હાવા માટેના ટબ નો ઉપયોગ કરતા ૩૦૦ થી ૫૦૦ લીટર પાણીનો વ્યય થાય છે જયારે સામાન્ય રીતે સ્નાન કરવાથી ૧૦૦ થી ૧૫૦ લીટર પાણીનો ખર્ચ થાય છે. વિશ્વમાં ૧૦ વ્યકતિઓમાં થી ૨ વ્યકતિઓને પીવા માટેનું શુદ્ઘ પાણી મળતું નથી. વિશ્વમાં દર વર્ષે ૩ અબજ લીટર પાણીનું પ્લાસ્ટિકની બોટલમાં વેચાણ થાય છે. અને આ પ્લાસ્ટિકના ખાલી બોટલો નદિયો, જમીન અને તળાવો ને પ્રદુષિત કરે છે.  મનુષ્ય ને પ્રતિદિન ૩ લીટર અને પશુઓને ૫૦ લીટર પાણીની જરૂરિયાત હોય છે.  પૃથ્વી ગ્રહ પર ૭૦%થી વધુ ભાગ પાણીનો છે. જેમાં ૧ અબજ ૪૦ ઘન કિલોલીટર પાણી છે. પરંતુ પાણીની આ વિશાળ પ્રમાણમાં પીવાલાયક પાણીનું પ્રમાણ ખુબજ ઓછું છે. જેમાં ૯૭.૩% પાણી દરિયાનું પાણી સિમુદ્રીં છે જે ખારું હોય છે. ફકત ૨.૭% પાણી પીવાલાયક છે જેમાંનો ૭૫.૨% ભાગ ધ્રુવીય છેત્ર અને ૨૨.૬% ભૂગર્ભ જલના સ્વરૂપમાં છે. અને બાકીનું ભાગ ઝીલ, નદીઓ, કુવો, વાયુમંડળ બાષ્પ રૂપે જોવા મળે છે. જેમાં ઉપયોગમાં આવતો ભાગ ખુબ જ ઓછો છે. જે નદી, ઝીલ તથા ભૂગર્ભ જળના સ્વરૂપમાં જોવા મળે છે. આ પાણીનો ૬૦મો ભાગ ખેતી અને ઉદ્યોગોના કારખાનામાં વપરાય છે. બાકીનો ૪૦મો ભાગ મનુષ્યના વપરાશમાં ખર્ચ થાય છે. દુનિયામાં હાજર રહેલ કુલ પીવાલાયક પાણીમાં માત્ર ૧% પાણી પયોગ માટે સરળતાથી પ્રાપ્ત થાય છે. આવો આપણે જાગ્યા ત્યારથી સવાર જાણી જળસંચય અને જળસિંચનના સુત્રને આત્મસાત કરીએ. આપણી ધરતીને હરિયાળી બનાવીએ. જળ હશે તો જીવન હશે.(૨૧.૩)

સંકલન : અશ્વિન પટેલ, માહિતી બ્યુરો, જુનાગઢ

(10:06 am IST)