Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ધારી ગ્રામ પંચાયત દ્વારા હેમરાજીયાથી નતાળીયા સુધી મુખ્ય માર્ગ પર એલ. ઇ. ડી. ના અજવાળા

વડિયા - અમરેલી તા. ૨૩ : ધારી ગામ આખું અમરેલી રોડ પર વસેલુ છે ડબલપટ્ટીનો આ માર્ગ ધારી શહેરનુ હાર્દ ગણવામાં આવે છે નગરજનો ઉનાળાના સમયે રાત્રીના પરિવાર સાથે એસ.ટી.ડેપોથી લઈ વેકરીયાપરા સુધી વોકીંગ કરતા હોય પણ કઠણાઈ એવી હતી કે આખાયે માર્ગ પર સમ ખાવા પુરતી પારવી પારવી ટયૂબલાઈટો મંદ મંદ અજવાળુ ફેકતી અને ગ્રામજનો એક જ ડિમાંડ કરતા કે આખા રોડ પર અંધારુ જ અંધારુ છે.

અજવાળા કરો લાઈટો લગાવો પણ ગામપંચાયતની લાચારી એવી હતી કે સ્વભંડોળ માંથી ખર્ચ કરી લાઈટો લગાવે તો આર્થિક પોસાણ થાય તેમ નહોતુ અને બીજી તરફ નગરજનોની માંગણી પણ સંતોષવી પડે તે પણ જરૂરી હોય તેવા સંજોગોમાં સરપંચ જીતુભાઈ જોશી જેઓ એ.ટી.વી.ટી.ના સદસ્ય પણ હોય તેઓએ આ યોજનામાંથી કુલ ત્રણ લાખ રૂપિયા મંજૂર કરાવી એલ.ઈ.ડી.વસાવવાનો નિર્ણય કરેલ અને ગામના ગળાના હાર સમાન અમરેલી રોડ અને મેઈન બજારના માર્ગને અજવાળે ઢાકી દેવા નિર્ધાર કરેલ આવા યુવા અને બાહોશ સરપંચના મક્કમ ઈરાદે આખા ગામમાં અજવાળા કરવાનુ પુર્ણ થયુ છે ત્યારે ધારી ગ્રામપંચાયતની હદમાં આવતા અમરેલી રોડ પરના હેમરાજીયા નદીના પુલથી લઈ મેઈન બજાર અને ત્યાંથી નતાળીયા નદીના પુલ સુધી આવતા રોડ કાંઠા પરના તમામ વીજ પોલ પર એલ.ઈ.ડી.લાઈટનુ ફિટિંગ કરી જોરદાર અજવાળા પાથરી ધારી ગ્રામપંચાયત દ્વારા નગરજનોના દિલ જીતી લીધા છે.

આખાયે અમરેલી રોડ અને મેઈન બજારમાં પુરા બે દિવસ સુધી એલ.ઈ.ડી.લાઈટનુ તમામ વીજપોલ પર ફિટિંગ ચાલતુ રહ્યુ ત્યારે સવારથી લઈ સાંજ સુધી લોકપ્રિય ઉપસરપંચ જીજ્ઞેશગીરી ગોસાઈ પંચાયતના કોઈ કર્મચારી હોય કે ન હોય પણ પોતે કારીગરો સાથે રહી એક એક વીજપોલની પસંદગી કરી માથે ઉભા રહી પોતાનુ માર્ગદર્શન આપી તમામ લાઈટો ફીટ કરાવી હતી અને ગામમાં અજવાળા પથરાતા હોય તેની ખુશી તેમના ચહેરા પર જાણે પોતાના જ ઘરે અજવાળા પથરાતા હોય તેટલી જણાતી હતી.

(10:03 am IST)