Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

મહાશિવરાત્રી નિમિત્તે શ્રી સોમનાથ મંદિર ૪૨ કલાક ખુલ્લુ રહ્યુઃ અંજલીબેન રૂપાણી સહિત ભાવિકો મોટી સંખ્યામાં ઉમટ્યા

વેરાવળ - પ્રભાસપાટણ :  મહાશિવરાત્રીએ  સવારે ૪ વાગ્યાથી મંદીર ખુલેલુ ત્યારથી લોકોનો પ્રવાહ વહી રહ્યો છે. શ્ર્ધ્ધાળુ હર હર મહાદેવના અને જય સોમનાથ ના નારા સાથે પોતાની લાગણી વ્યકત કરી રહ્યા છે. સેંકડો લોકોએ નાની-મોટી પૂજા વિધીઓ   લખાવી અને પોતાની આ ભકિત રૂપી બિલ્વપત્ર મહાદેવને અર્પણ કરી રહ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાંથી બીલીવનના  માટે વિકાસની વાત લઇને આવ્યુ છે.  કોઇ આભુષણો કોઇ પાઘડીઓ કોઇ ફળો ફૂલો ઓરિસ્સાનું  મંડળ શિવ આરાધના કરેલ. મહાદેવને પોતાની વસ્તુઓ  અર્પણ કરવા ગઇકાલથી લોકોના પ્રવાહ અવિરત  વહી રહ્યો છે. આજે ચાર વાગ્યે  ખેલેલુ  શ્રી સોમનાથ મંદિર ૪૨ કલાક સુધી અવિરત દર્શન ખુલ્લા રહ્યા હતા. અને કોમ્પ્યુટરથી કાઉન્ટીંગ વ્યવસ્થા કરી રહ્યા છીએ પોલીસ જે રીતે દર વર્ષે ઉત્તમ બંદોબસ્ત કરે છે તે  રસ્તો બંધ કર્યો હતો.  પાર્કિંગમાં સુવ્યવસ્થિત  ચાલી રહી છે. દર્શન કરીને લોકો પણ શાંતીથી પરત જવા માંડ્યા છે. યાત્રીકોની  સુવીધા માટે ભંડારાઓ શરૂ છે. ટ્રસ્ટ તરફથી ભગવાનની મહાપુજા અને ધ્વજાપુજા ટ્રસ્ટી સેક્રેટરી  લહેરી દ્વારા  કરી મહોત્સવનો પ્રારંભ કરેલ હતો. મહાદેવને પ્રાતઃ વિશેષ શૃંગાર   કરવામાં આવેલ. ગુજરાતના મુખ્મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ પ્રાતઃ આરતી કરેલ. આ પ્રસંગે  તેઓનું સન્માન કરવામાં આવેલ. સોમનાથ મહાદેવ નગરચર્યા એ નીકળેલ ત્યારે ભકતો બમ બમ અને હર હરનો નાદ સમગ્ર પરિસરમાં ચોમેર ગુંજી ઉઠેલ હતો.

વિશ્વ પ્રસિધ્ધ  સોમનાથ મહાદેવ મંદિરે આજ મહાશિવરાત્રી પ્રસંગે  ભાવિકોના માનવ સાગર છલકાયો. મહારાષ્ટ્રના લાતુરથી  આવેલ કૃષી ભુષણ એવોર્ડ  વિજેતા  ગોવિંદરાવ પવાર, સાગર તુબે , અભિમન્યુ  ભોંસલે, હનુમંત કાંબલે, આજે મશાલ જ્યોત  સાથે સોમનાથ આવી  એક વૃક્ષ  છોડ સોમનાથ મંદિર ટ્રસ્ટને અર્પણ કર્યો અને આગામી  ૨૨ જુલાઇના  રોજ સોમનાથ ખાતે ૫૦૦ જેટલા વૃક્ષ  છોડનું વાવેતર કરી  વિશ્વની કલાઇમેટ ચેન્જમાં વૃક્ષનું મહત્વ સમજાવવા કાર્યક્રમ યોજશે. આ લોકોએ બનારસ , રૂદ્રપ્રયાગ, રામેશ્વર, શ્રી શૈલમ અને મહારાષ્ટ્રના છ જ્યોર્તિલીંગમાં વાવેતર કરેલ છે. અને દેશમાં પાંચ લાખ વૃક્ષો વાવવાનું તેઓનું લક્ષ્યાંક છે.

સોમનાથ ખાતે સોમનાથ ૧૦૮ની ટીમ ... ઉર્મીલા બારડ પાયલોટ ઈસ્માઇલ ભાદરકા સોમનાથ મંદિર પાસે કેમ્પ રાખી  યાત્રીકોને  તાકીદે  સમય સારવાર માટે ખડેપગે રહી સેવા બજાવી.

અમદાવાદની એક પાઇપ કંપનીના સહયોગથી સેવાભાવી ૧૦ જેટલા યુવાનો ચીરાગ પાઘડારની આગેવાની નીચે  આજે સોમનાથ આવેલા તમામ દર્શનાર્થી - યાત્રીકોને  વિનામુલ્યે માથે તડકો ન લાગે તે માટે પીળા રંગની કેપનું વિતરણ કર્યુ હતુ.  (તસ્વીર  અહેવાલઃ દિપક કક્કડ - દેવાભાઇ રાઠોડ- મીનાક્ષી ભાસ્કર વૈદ્ય- વેરાવળ-પ્રભાસ પાટણ)

(11:29 am IST)