Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

પોરબંદરમાં રોડ રોમિયોની જાહેરમાં ધોલાઈ :મહિલાઓએ તમાચા ચોડ્યા

પોલીસે એક રોમિયોને પકડ્યો :ત્રણ રફુચક્કર :છોકરીઓની છેડતી કરતા યુવાનો સામે કડક કાર્યવાહીની માંગ

પોરબંદરમાં રોડ રોમિયોની જાહેરમાં ધોલાઈ કરાઈ હતી સ્કૂલ કોલેજ આસપાસ છેલબટાઉ યુવાનો છોકરીઓની મશ્કરી કરતા હોવાથી વાલીઓએ આવા રોમિયોને મેથીપાક ચખાડ્યો હતો સ્કૂલ કોલેજ નજીક આવા રોમિયો પડ્યાપાથર્યા રહેતા હોય બાઈક પર કર્કશ હોર્ન વગાડી યુવતીઓની છેડતી છતાં પોલીસતંત્ર અા બાબતે કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી. છેલ્લા 15 દિવસથી બાઈક પર પીછો કરી, ચીઠ્ઠીઓ ફેંકી, ઈશારા કરતા એક નબીરાની યુવતી અને તેની માતાએ કરી જાહેરમાં ધોલાઈ કરી હતી.
   પોલીસે એક રોમિયો ધરપકડ કરી હતી પણ ત્રણ રોમિયો રફુચક્કર થઈ ગયા હતા. હજુ અનેક શાળા કોલેજો બહાર ધરાર પ્રેમીઓની નિયમિત હાજરી જોવા મળી રહી છે. સ્કૂલ અને કોલેજોની અાસપાસ ફૂલસ્પીડે બાઇકો દોડાવતા અને યુવતીઅોની મશ્કરી કરતા અા યુવાનો સામે પોલીસે કાર્યવાહી કરવાની જરૂર છે.
  ખાદી ગ્રામોદ્યોગ ભવન પાસે સ્કૂલે જતી છોકરીની છેડતી કરતા યુવાનને વાલીઓએ ઝડપી પાડ્યો હતો અને ભેગા થઈ માર માર્યો હતો. મહિલાઓએ રોમિયોને તમાચા ચોડી દીધા હતા. આ રોમિયો સ્કૂલેથી આવતી-જતી છોકરીઓની છેડતી કરી બાઈક પર ભાગી જતો હતો. છેલ્લા 15 દિવસથી તેનો ત્રાસ વધ્યો હતો. જેથી વાલીઓએ ભેગા મળી ચારમાંથી એક રોમિયો ઝડપી પાડ્યો હતો. જ્યારે કે બાકીના ત્રણ ફરાર થઈ ગયા હતા. ઝડપાયેલા રોમિયોને વાલીઓએ પોલીસને હવાલે કર્યો હતો.

 

(1:15 am IST)