Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ઉનાની સરકારી શાળાના શિક્ષિકા સામે બાળકોને મારવા અને અભદ્ર ભાષા બોલતા હોવાની રાવ

શિક્ષિકા સોનલબેનના ગેરવર્તનથી વિદ્યાર્થીઓએ શાળાએ જવાનું કર્યું બંધ : ક્યારેક ગુસ્સામાં તેનાથી વધારે બોલી જવાય છે :શિક્ષિકાનો બચાવ

ઉનાની સરકારી શાળાના શિક્ષિકા દ્વારા શાળાના બાળકોને માર મારવા અને અભદ્ર ભાષા બોલતા હોવાની ફરિયાદ ઉઠી છે ઉનામાં સરકારી કુમાર શાળાના મહિલા શિક્ષિકા દ્વારા બાળકોને શિક્ષાના અને વિદ્યાના પાઠ નહીં પરંતુ અભદ્ર શબ્દોનું જ્ઞાન આપી રહ્યા હોવાનું રાવ સાથેમન ફાવે ત્યારે બાળકોને માર મારવા માટે અને બાળકોને મન ફાવે એવા અપશબ્દો બોલવા માંડે છે તેવી ફરિયાદ ઉપરાંત શિક્ષિકા સોનલ બેનના આવા વર્તનનાં કારણે કેટલાય વિદ્યાર્થીઓએ શાળાએ આવવાનું પણ બંધ કરી દિધુ છે. સમગ્ર બાબતે ચોંકાવનારી બાબત છે કે શિક્ષિકાને તેના આટલા અભદ્ર વર્તન માટે જરા પણ શરમ કે છોછ નથી. ઉલટું તે પોતાના બચાવમાં એમ કહેતી ફરે છે કે ક્યારેક ગુસ્સામાં તેનાથી વધારે બોલી જવાય છે.

(10:29 pm IST)