Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

અમરેલી જીલ્લામાં કોંગ્રેસનું પ્રભુત્વ યથાવતઃ પરેશ ધાનાણીના મત વિસ્‍તારમાં જીલ્લા પંચાયતમાં ૩ બેઠકોઃ ૧માં ભાજપનો વિજય

અમરેલીઃ અમરેલી જીલ્લા ઉપર કોંગ્રેસનું પ્રભુત્વ યથાવત છે અને જીલ્લા પંચાયતમાં ૩ બેઠક કબ્‍જે કરી છે જ્યારે અેક બેઠક ભાજપને મળી છે.

ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીના મત વિસ્‍તાર અમરેલી જિલ્લામાં ચાર બેઠકોમાંથી કોંગ્રેસે 3 બેઠક મેળવી છે.ધારી તાલુકા પંચાયતની 3 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.વીરપુર,ગોપાલગ્રામ,દિતલા બેઠક પર કોંગ્રેસે બાજી મારી છે. વીરપુર બેઠક પર ધીરૂ મકવાણાનો 194 મતથી વિજય થયો છે.

ગોપાલગ્રામ બેઠક પર ગૌતમ હકુવાળાનો 388 મતથી વિજય થયો છે. દિતલા બેઠક પર મહેન્દ્ર લાલકીયાનો 68 મતથી વિજય થયો છે. અને કુકાવાવની સનાળી બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ આંકોલીયાનો 24 મતથી વિજય થયો છે. કોંગ્રેસે 3 બેઠકો કબ્જે કરતા કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. 

ઉલ્લેખનીય છે કે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ 2 જિલ્લા પંચાયત અને 17 તાલુકાપંચાયતની ચૂંટણીનું પરિણામ આજે જાહેર કરવામાં આવતા ક્યાંક ખુશીનો તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો હતો.

(7:56 pm IST)