Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

અમરેલીમાં ચકચારી અનાજ કૌભાંડ મુદ્દે આજે અધિકારીઓ સામે પોલીસ ફરીયાદ

અમરેલી તા.ર૩ : અમરેલીના ચકચારી અનાજ કૌભાંડમાં લાંબા દિવસોથી વહીવટી તંત્ર દ્વારા કહેવા ખાત્ર માત્ર ૩ મહીના માટે ૧ર દુકાનદારોના લાયસન્સ સસ્પેન્ડ અને માત્ર ૪ જ દુકાનકાદરો સામે ફરીયાદ નોંધાવવા સિવાય કોઇ જ ફરીયાદ કરવામાં આવી નથી. જેની તંત્રને જગાડવા માટે વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે.આરટીઆઇ એકિટવીસ્ટ નાથાલાલ સુખડીયાએ જણાવ્યું કે રાજય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ફાળવવામાં આવતો અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે કાળા બજારમાં વેચવામાં આવે છે. અનાજ વિતરણમાં અત્યાર સુધી આધાર પુરાવાઓ સાથે અનેક પ્રકારની ગેરરીતી સામે આવી છે જેથી તા.ર૩ના સાંજે આ કૌભાંડમાં સંકળાયેલા અમરેલીના તમમ પુરવઠા વિભાગના અધિકારીઓ સામે લેખિતમાં પોલીસ સમક્ષ એફઆઇઆર નોંધવવામાં આવશે. આ ઉપરાંત થોડા દિવસોમાં જ નાથાલાલ સુખડીયા દ્વારા અમરેલીના રાજકમલ ચોકમાં ભ્રષ્ટાચારની કથાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આ કૌભાંડમાં સંકળાયેલા તમામની પોલ ખોલવામાં આવશે.

(4:02 pm IST)