Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ગારીયાધરામાં પહેલી જ વાર દાઉદી વ્હોરા સમાજના દાઇ ઝમાનના માંકડા પરિવારના ઘરે કદમ મુબારક

રાજકોટના બાબજી ગ્લાસવાળા મુસાભાઇના પુત્ર હસનને મોૈલાએ શેહરાનું શરીફથી નવાજયા

રાજકોટઃ દાઉદી વ્હોરા સમાજના સૈયદના અબુજાફરૂક સાદીક આલીકદર મુફદ્દલ સૈફુદીન મોૈલાએ ગુરૂવારે ગારીયાધાર મુકામે બાબજી ગ્લાસવાળા હાતિમભાઇ (બાબુભાઇ) માંકડા અને રાજકોટના બાબજી ગ્લાસવાળા મુસાભાઇ માંકડાના ઘરે કદમ મુબારક કરતાં ગામમાં હર્ષનો માહોલ છવાઇ ગયો હતો. ગારીયાધારમાં પહેલી જ વખત દાઇ ઝમાનની પધરામણી થઇ હોઇ સમગ્ર ગામના દાઉદી વ્હોરા સમાજ અને અન્ય ધર્મના લોકો દીદાર માટે માંકડા પરિવારના ઘરે ઉમટી પડ્યા હતાં. મુસાભાઇના દિકરા હસનને શૈહરાનુ શરીફથી મોૈલાએ નવાજી આપ્યા હતાં. તસ્વીરમાં મોૈલાના સ્વાગત માટે થયેલી તૈયારી જોઇ શકાય છે.

(3:44 pm IST)