Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

આણંદપરના ગુરૂકૃપાધામ આશ્રમ-હનુમાનધાર મંદિરે કાલથી ધર્મોત્સવઃ ૫૧ કુંડ શ્રી મારૂતિ યજ્ઞ

લુલી-લંગડી, બિમાર ગાયોની ગૌશાળા અને અન્નક્ષેત્રના લાભાર્થે તથા વિશ્વ કલ્યાણ અર્થે પૂ. કરૂણાનંદ ભારતીજી ગુરૂશ્રી અખંડાનંદ ભારતીજી મહારાજની અધ્યક્ષતામાં ભવ્ય આયોજન

રાજકોટ, તા. ૨૩ :.  કાલાવડ તાલુકાના આણંદપરના શ્રી ગુરૂકૃપાધામ આશ્રમ (હનુમાનધાર) ખાતે તા. ર૪ થી રપ બે દિવસીય પ૧ કુંડ શ્રી મારૂતિ યજ્ઞનું આયોજન કરાયુ છે. પૂ. મહંત શ્રી કરૂણાનંદ ભારતીજી ગુરૂશ્રી અખંડાનંદ ભારતીજી મહારાજની અધ્યક્ષતામાં બે દિવસ સુધી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

લુલી-લંગડી, બિમાર ગાયોની ગૌશાળા અને અન્નક્ષેત્રના લાભાર્થે તથા વિશ્વ કલ્યાણ અર્થે આયોજીત આ ધાર્મિક મહોત્સવનો પ્રારંભ કાલે બપોરે ૩ વાગ્યાથી શરૂ થશે અને બે દિવસ સુધી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. શ્રી ગુરૂકૃપા આશ્રમ (હનુમાનધાર), શ્રી મનોકામના સિધ્ધ હનુમાનજી મહારાજ, રાજકોટ-કાલાવડ-હાઇવે આણંદપર ખાતે તા. ર૪ ના શનિવારે બપોરે ૩ વાગ્યે જલયાત્રા સાથે પ૧ કુંડ શ્રી મારૂતિ યજ્ઞનો પ્રારંભ થશે. યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી મનોજભાઈ શર્મા વિધિવિધાનપૂર્વક યજ્ઞ કરાવશે.

આ જલયાત્રા રામ મંદિરથી યજ્ઞ સ્થળ સુધી યોજાશે. જયારે શનીવારે સાંજે ૬.૩૦ વાગ્યે આણંદપર તથા આજુબાજુના ગામ તથા બહારગામથી આવેલા મહેમાનો માટે મહાપ્રસાદ યોજાશે.

કાલે તા. ૨૪ને શનિવારે રાત્રીના ૯.૩૦ વાગ્યે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં નિલેશભાઈ ગઢવી (કચ્છનો સિંહ), સાજીંદ ગ્રુપ વિજયાબેન વાઘેલા (રાજકોટ), રમેશભાઈ પટેલ (થોરડી) રમઝટ બોલાવશે.

તા. ૨૫ને રવિવારે યજ્ઞના બીજા દિવસે સવારે ૧૦.૩૦ વાગ્યે સંતો-મહંતો ઉપસ્થિત રહેશે. જેમાં મોજ આશ્રમ-ઉપલેટાના પૂ. અખંડાનંદ ભારતીયજી મહારાજ, કોડવાવના પૂ. દશરથગીરીબાપુ, ઝાંઝરડાના રાજભારતીજી મહારાજ, સૂરસાંગડાના વાલદાસબાપુ, વાળધરી આનંદી આશ્રમના રાજુરામબાપુ, દાણીધારધામના શુક્રદેવદાસબાપુ, મેંદરડાના ભકિતપ્રકાશદાસજી, પૂ. જયકૃષ્ણદાસજી, આનંદસ્વરૂપદાસજી, શ્રધ્ધાનંદગીરીબાપુ, વિજયસ્વામી, વિજયગીરીબાપુ, વિરેન્દ્રગીરીબાપુ, સુખરામદાસબાપુ, ભીમભારતીબાપુ, પરસોતમદાસજીબાપુ, દિવ્યાનંદબાપુ, પ્રકાશગીરીબાપુ, જમનભારતીબાપુ, શાંતિરામબાપુ, શ્યામનારાયણદાસજીબાપુ, રાધેશ્યામબાપુ, ચેતનાનંદબાપુ, દેવાનંદભારતજી, રેવાનંદબાપુ, શાંતિગીરીબાપુ, મિલનગીરીબાપુ, જમનાનંદબાપુ, નરનારાયણદાસબાપુ, ગંગનાથજીબાપુ, ત્રિગુણાનંદબાપુ, મસ્તરામબાપુ, રાધેબાપુ, જ્ઞાનેશ્વરી માતાજી, ઈલારામબાપુ, ગીરીશભગત સહિતના આશિર્વચન પાઠવશે. 

ભાવિકોને ઉપસ્થિત રહેવા શ્રી ગુરૂકૃપા સેવક પરિવાર તથા સમસ્ત આણંદપર ગામ તથા કામધેનુ યુવા ગ્રુપ, સરપંચશ્રી, સદસ્યો તથા ગ્રામજનો વતી મહંતશ્રી કરૂણાનંદ ભારતીબાપુ  તથા ગુરૂ શ્રી અખંડાનંદ ભારતીજી મહારાજ દ્વારા આમંત્રણ પાઠવાયું છે. વધુ વિગત માટે મો. ૯૮૭૯૨ ૪૮૯ૅ૧૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.(૨-૩૦)

 

(3:31 pm IST)