Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

મા એ બ્રહ્મ છે, માતાના ઋણમાંથી કયારેય મુકત ન થઇ શકાયઃ શાસ્ત્રી કૌશિક ભટ્ટ

બાબરાના વલારડીમાં વઘાસિયા પરિવાર આયોજીત શ્રીમદ્ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞનો સાતમો દિવસ

અમરેલીના ભંગારના ડેલામાં આગઃ અમરેલીઃ સરકા વાડામાં આવેલ સાદિક બાપુના ભંગારના ડેલામાં ગતરાત્રીએ કોઇ કારણોસર અચાનક આગ લાગતા ભંગાર બળીને ખાખ થઇ ગયો હતો. આ આગને બુજાવવા અમરેલી નગરપાલિકા ફાયરબ્રિગેડની મહેનતથી આગ કાબુમાં આવી હતી. આ આગથી અંદાજીત રૂ. ૫ લાખનું નુકસાન થયાનું જાણવા મળેલ છે. (તસ્વીર - અહેવાલ : અરવિંદ નિર્મળ, અમરેલી)

બાબરા - અમરેલી તા. ૨૩ :સમસ્ત વઘાસિયા પરિવાર વલારડી દ્વારા આયોજીત શ્રીમદ્દ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞમાં પાંચમાં દિવસે રાત્રિના કમલેશ પટેલ (ડાન્સ ઇન્ડિયા ડાન્સ) અને પોરબંદરની પ્રખ્યાત રાસમંડળીનું અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું હતું.

સમસ્ત વઘાસિયા પરિવારના રણખાંભીના સુરાપુરાદાદા પાતાદાદાના સાનિધ્યમાં વલારડી ખાતે ચાલનાર જ્ઞાનયજ્ઞમાં માનવ મહેરામણ ઉમટયો હતો.

જ્ઞાનયજ્ઞના છઠા દિવસે વિશ્વભરમાં વસતા ૫૯૨ ગામનાં વઘાસિયા પરિવાર સંગઠનના ભાગરૂપે પધાર્યા હતા. સમસ્ત વઘાસિયા પરિવારનો સંગઠન કરીને મુખ્ય હેતુએ છે કે, સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ઘા, કુરિવાજો, દીકરા-દીકરીમાં ભેદભાવ દૂર કરવાના છે. આજ સુધીમાં આશરે ૩ લાખથી વધુ પરિવારજનોએ લાભ લીધો છે.

આ જ્ઞાનયજ્ઞના સ્થળ પર અલૌકિક માતાજીના ઘડુલાના દર્શન રાખવામાં આવ્યા છે. જેમાં રૂ. ૧ થી ૧૧૧૧ સુધીનું દાન ઘડુલાના માધ્યમ સ્વરૂપે સ્વીકારવામાં આવે છે. આ ધડુલાને જોઈને સૌ કોઈ પરિવારજનો મંત્રમુગ્ધ બની જાય છે.

શાસ્ત્રી શ્રી કૌશિકભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, મહિષાસુરનો વધ કરવા માટે દેવતાઓએ ૧૮ ભુજાવાળી માં જગદંબાને વિનંતિ સાંભળી સમગ્ર સૃષ્ટિનો ભાર ઉતારવા માટે માં જગદંબાએ દૈત્યરાજ મહિષાસુરનો વધ કર્યો. અને આગળ વાત કરતા જણાવ્યું કે, મનુષયની અંદર રહેલા મોહરૂપી મહિષાસુરનો માં નાશ કરે છે. અને ચામુંડામાં ના અવતરણના પ્રસંગો તેમજ અન્નપૂર્ણા માતાજીના અવતરણના પ્રસંગો વર્ણવ્યા હતા. આ અવતરણના પર્વે ભવ્ય અન્નકૂટ રાખવામાં આવ્યો હતો.

શાસ્ત્રી કૌશિકભાઇ ભટ્ટે જણાવ્યું કે, 'મા એ બ્રહ્મ છે, માતાના ઋણમાંથી કયારેય મુકત ન થઇ શકાય. માતાની અંદર મમતા, વાત્સલ્યના ભાવ જોવા મળે છે.'

આજ રોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટ્રેબલ ટ્રસ્ટ સંચાલિત શાંતાબા હોસ્પિટલ અને મેડિકલ કોલેજ અમરેલી દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં જનરલ સર્જરી, હૃદય રોગ, ડાયાલીસીસ, માનસિક રોગ,  સ્ત્રી રોગ તેમજ નિદાન, સારવાર તેમજ દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ કેમ્પમાં ૩૦૦થી પરિવારજનોએ લાભ લીધો હતો.જેમાં ડો. જી.જે ગજેરા, ડો. આર.સી.બઠિયા, ડો. દેસાણી, ડો. વિવેક જોષી, ડો. કાનાબાર, ડો. ચિરાગભાઈ વામજા, ડો. જતિનભાઈ ધાનાણી, ડો. રાકેશ શાહ હાજર રહયા હતા.

આ જ્ઞાનયજ્ઞમાં પૂજય સત્યપ્રકાશ સ્વામી, પ્રેમદર્શન સ્વામી, ભકિત દર્શન સ્વામી (શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ, સુરત),મુખ્યાજી મિતુલભાઈ (બાલ કૃષ્ણજી હવેલી, ધરાઈ) દિનેશભાઇ દેસાઇ, કનુભાઈ વઘાસિયા (અગ્રણી ઉધોગપતિ, સુરત), ઙ્ગલાલજીભાઈ વેકરીયા, અજુભાઇ વેકરીયા, રતિલાલ વેકરીયા, નિલેશભાઈ સોનીઙ્ગ (નારાણપર, કચ્છ), ચંદુભાઈ વઘાસીયા (નીલકંઠ ડેવલોપર્શ, ગાંધીનગર), સુનિલભાઈ વઘાસીયા (વીરપુર), મનસુખભાઇ વઘાસીયા (વીરપુર), બાલાભાઈ વઘાસીયા (જીવનધારા હોસ્પિટલ, અમરેલી))ભીમજીભાઈ વઘાસિયા (સુલતાનપુર જૂથ સેવા સહકારી મંડળી, પ્રમુખ), વિનુભાઈ ભીખાભાઇ વઘાસિયા (કલકતા), મહેશભાઈ વઘાસિયા (પારેખ મહેતા વિધાલય, અમરેલી), અશોકભાઈ ગિડા (પી.એસ.આઈ આઈ.બી, રાજકોટ), એમ.ડી. માંઝરીયા (અગ્રણી અમરેલી) હાજર રહયા હતા.

(1:18 pm IST)