Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

અમરેલીના ગોરખવાળા પાસે ટોરસ ટ્રક હડફેટે મોત

અમરેલી તા. ૨૩ : શબીરઅલી કુરેશી રે.કાનુકા ફળીયા તા.ઉના તા.૨૧/૨ના રાત્રીના ૯:૪૫ કલાકે ઉનાથી ચણાં ભરી રાજકોટ જવા તેમનો દિકરો અક્રમ અને સાથે કાદીર રહેમાન નીકળેલાં અને ટ્રકનાં કેબિનમાં સુતા હતાં ત્યારે મોટા  ગોખરવાળા નજીક ટ્રક નં.જી.જે.વી.૩ ૮૪૯૨ લઇને નિકળેલ. તે દરમિયાન મોટા ગોખરવાળા નજીક પાછળનાં વ્હિલમાં ટ્રકમાં પંચર પડતાં ઇન્ડીકીટર ચાલુ રાખીને ટ્રક ઉભો રાખેલ તે દરમિયાન કાદીર રહેમાન અને ટ્રક ચાલક શબીર અલી કુરેશી બંને નીચે ઉતરેલા અને તે દરમિયાન કાદીર રહેમાન ટ્રકમાંથી જેક લેવા જતા પાછળથી એક ટોરસ ટ્રક જી.જે.૧૨ બી.વી.૦૯૩૦ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ટ્રક ચલાવી કાદીરને હડફેટે લઇ છાતીના ભાગે ગળામાં કોળીમાં અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવ્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં શબીર અલી કુરેશીએ ટોરસ ટ્રકના ચાલક સામે ફરીયાદ નોંધાવી છે.

વાવડા સીમમાં જમીન મુદ્દે

તકરારમાં સાતને ત્રણ વર્ષની કેદ

બાબરા તાલુકાના વાવડા ગામની સીમમાં ગત તા.૨૩/૧૦/૧૪ માં થયેલી મારામારીમાં એક જ પરિવારનાં સાત લોકોને જુદા–જુદાં મુદ્દે થયેલી સજા એકી સાથે ભોગવવા મેજીસ્ટ્રેટ ઉર્મિલાબેન આહિર દ્વારા હુકમ જારી કરવામાં આવેલ છે.

વાવડા ગામે રહેતા કાનજીભાઇ કેશુભાઇ ચોવટીયા અગાઉ શેઢાની જમીન મુદ્દે કરેલી ફરીયાદનું મનદુઃખ રાખી લક્ષ્મણ વલ્લભ ઝાલાવડીયા, નરસિંહ વલ્લભ ઝાલાવડીયા, ઝવેર વલ્લભ ઝાલાવડીયા, ભરત વલ્લભ ઝાલાવડીયા, કાળુ લક્ષ્મણ ઝાલાવડીયા, નિલેષ નરશી ઝાલાવડીયા, ભાવેશ નરસિંહ ઝાલાવડીયા દ્વારા ટ્રેકટર રોકી કાનજીભાઇ ચોવટીયા પર ધારીયા પાઇપ લાકડી વડે હુમલો કરી ધમકી આપવામાં આવેલ. જે મુદ્દ બાબરા નામદાર કોર્ટ સમક્ષ કેસ ચાલી જતા ફરીયાદ પક્ષે સરકારી વકીલ પ્રફુલભાઇ બ્રહ્મભટ્ટ અને એ.સી.ભાખરીયા દ્વારા ધારદાર દલિલ કરવા મેજીસ્ટ્રેટશ્રી આહિર દ્વારા જુદા–જુદા મુદ્દે ક્રમશઃ સજા ફટકારી હતી જેમાં સૌથી વધુ ગણાતી ત્રણ વર્ષની કેદ અને રૂ.૨ હજારનો દંડ ભરવા હુકમ કર્યો હતો.

બગસરાના બાલાપુરમાં યુવતીની છેડતી કરી ધમકી - ગળેફાંસો

બગસરાનાં બાલાપુર ગામે રહેતા છગનભાઇ વિરાભાઇ દાફડા ઉ.વ.૪પ ની દિકરી ધર્મિષ્ઠા સાથે હિતેષ લાખા સાગઠીયા મોબાઇલ ફોનમાં વાત કરવા મજબુર કરી છેડતી કરી સગાઇ થયેલ હોય તે તોડાવી નાખવા અને લગ્ન કોઇ જગ્યાએ ન થવા દેવા ધમકી આપી તેમજ છગનભાઇના પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રાસ આપતાં ધર્મિષ્ઠાએ ગળાફાસો ખાઇ મૃત્યુ પામતા હિતેષ લાખા સાગઠીયા, લાખા સોમા સાગઠીયા, ઉકા મુળા સાગઠીયા, શાંતાબેન લાખા સાગઠીયા, પારૂલબેન લાખાભાઇ સાગઠીયા સામે બગસરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા મોત

ચલાલા–ખાંભા રોડ ઉપર બોડકા હનુમાન પાસે કોઇ અજાણ્યા વાહનચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી બાઇક નં.એમ.એચ.૦૨ એ.સી.૭૩૨૦ ને હડફેટે લઇ પ્રેમજીભાઇ શામજીભાઇ કાકડીયાને પગમાં અને માથામાં ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવી અજાણ્યો વાહનચાલક નાસી ગયાની ચલાલા પોલીસમાં અતુલભાઇ કરશનભાઇ કાકડીયાએ ફરીયાદ નોંધાવી છે.

અકસ્માત

લોર,લોર અને માણસા વચ્ચે છોટાહાથી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલોને દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે નાગેશ્રી પોલીસ મથક નજીક હોવા છતાં કોઇ પણ જાતની ફરીયાદ નોંધાયેલ નથી. લોર અને માણસા હાઇવે ઉપર આ ચોથો અકસ્માત સર્જાયો છે. જેના કારણે ગ્રામજનો દ્વારા હાઇવે રોડ ઉપર સ્પીડબ્રેકર મુકવા માંગણી કરવામાં આવી છે.

(1:17 pm IST)