Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ધંધુકા પાસેના અકસ્માતમાં ઇજાગ્રસ્ત પી.એસ.આઇ.ને જુનાગઢ પોસ્ટીંગ મળ્યુ'તુ

વઢવાણ તા.ર૩ : ધંધુકા પાસે સર્જાયેલ અકસ્માતમાં ઇજાગ્રસ્ત પી.એસ.આઇ. હાલ જુનાગઢ ફરજ બજાવતા શ્રી ચુડાસમા ગામ વતન ઉપડીવાળા પણ ઘાયલ થયા છે.

ચુડાસમા, જામનગર ખાતે પોલીસ કોસ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને જેઓ તાજેતરમાં લેવાયેલ પી.એસ.આઇની ખાતાકીય પરીક્ષામાં ગુજરાતમાં ૮માં ક્રમે પાસ થયેલ હતા પાસ થયા બાદમાં જેઓને જુનાગઢ પી.એસ.આઇ.નું પોસ્ટીંગ મળેલ હતું.

પરંતુ રર/ર૩, ફેબ્રુઆરી બેદિવસ અમદાવાદ ખાતે હાઇકોર્ટમાં મુદત હોવાના કારણે રર તારીખની મુદત પતાવી વતન ઉંપડી આવી રહ્યા હતા કારણ બીજા દિવસની પણ મુદત અમદાવાદ હાઇકોર્ટમાં હોવાના કારણે રોકાવા માટે આવતા હતા ત્યારે બગોદરા પાસે ફોર્ડ ફિગોકાર અને તેમની સ્વિફટકાર અથડાતા અકસ્માત સર્જાયો હતો.

(1:10 pm IST)