Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

રાષ્ટ્રભકિતથી કોઇ મોટી ભકિત નથી તે દરેક યુવાનો યાદ રાખેઃ બીટ્ટાસિંગ મોરબીમાં

મોરબી તા. ૨૩ : મોરબીમાં વિજય શ્રી મન સેવા ટ્રસ્ટ દ્વારા એક શામ સંસ્કૃતિ કે નામ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઓલ ઇન્ડિયા એન્ટી ટેરેરીસટ ફ્રન્ટના અધ્યક્ષ એમ.એસ.બીટ્ટાસિંગ, લોક સહિત્યકાર યોગેશભાઈ ગઢવી, શિક્ષણવિદ તેમજ લેખક ચંદુભાઈ હુંબલ હાજર રહ્યા હતા.આ તકે ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ લોખીલએ જણાવ્યું હતું કે ભૂખ્યાને ભોજન મળે તે હેતુ થી ભોજન રથ કાર્યરત કરવાનો છે તે માટે દાતાઓ પાસે માત્ર વાત મુકતા જ દાનનો ધોધ વહેવા લાગે છે.

તો લોક સહિત્યકાર યોગેશભાઈ ગઢવીએ સંસ્કૃતિ વિશે જણાવ્યું હતું કે આજના યુવાન સમક્ષ સંસ્કૃતિની વાત કરવી એટલે સ્કટ પહેરીને ઉભેલી યુવતી કે મહિલા સમક્ષ સાડીની વાત કરવા જેવું કઠીન કામ છે.તેમજ હાલમાં જે જમીનો દબાવવામાં આવી રહી છે તે જોતા સરકારે જે લ્કોએ જમીનો દબાવી છે તેનું સન્માન કરવા એક કાર્યક્રમ રાખવો જોઈએ અને ત્યાર બાદ તેમની પાસે રહેલી જમીન દબાવવાની કારીગરી હોવાથી તેને ભારત-પાકિસ્તાન બોર્ડર પર મોકલી દઈને પાકિસ્તાનની જમીન દબાવવાનું શરુ કરે તેવું સુચના દેવાની જરૂર છે તેમ દેશપ્રેમ વર્ણવ્યો હતો.

દેશપ્રેમ પર તો એક ખરો દેશભકત જ કરી સકે એવા દેશભકત અને જિંદા શહીદનું જેને બિરુદ મળ્યું છે એવા એમ.એસ.બીટ્ટાસિંગએ મોરબીવાસીઓને જણાવ્યું હતું કે તાજેતરમાં મંદિર મંદિરની રાજનીત્ત્। કરવામાં આવી રહી છે પરંતુ રાષ્ટ્રભકિતથી મોટી કોઈ ભકિત નથી તે દરેક યુવાનોને યાદ રાખવાની જરૂર છે.ઉપરાંત યુ.પી ના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ બોલ્યા હતા જે ગુજરાતમાંથી કોઈ બોર્ડર પર જતું નથી જેનો જવાબ આપતા બીટ્ટાસિંગે કહ્યું હતું કે દરેક રાજયની કોઈને કોઈ ખાસિયત હોય છે તેમ ગુજરાતની ખાસિયત વેપાર, ધંધો, રોજગાર ગમે તે રીતે ઉભી કરીને આર્થિક ઉપાર્જનઙ્ગઙ્ગકરવું.પણ ખરી વાત તો એ છે કે ગુજરાત અને મહારાષ્ટ્રએ સમગ્ર દેશને તેના ખભ્ભા પર ઉપાડી રાખ્યો છે અને ગુજરાતના યુવાને યુવાનો ભલે બોર્ડર પર ઓછા હોય પણ ગુજરાતીઓના લોહીમાં વેપાર છે અને ગુજરાત સમૃદ્ઘ હશે તો જ રાષ્ટ્ર સમૃદ્ઘ બનશે તેમ ગુજરાતને અને ગુજરાતી ઓને બિરદાવ્યા હતા.

(1:09 pm IST)