Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

જૂનાગઢમાં ભાજપના ૩ કોર્પોરેટરોનાં મહિલા પરનાં હૂમલાના બનાવમાં તપાસ શરૂ

પોલીસ જમાદાર કે. સી. જોશીએ નિવેદનની પ્રક્રિયા હાથ ધરી

જૂનાગઢ તા. ર૩ :.. જૂનાગઢમાં ભાજપના ૩ કોર્પોરેટરોએ મહિલા સભ્ય પર કરેલા હૂમલાનાં બનાવમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી નિવેદનની પ્રક્રિયા હાથ ધરી છે.

જૂનાગઢનાં જોશીપરાનાં શિવાનીનગરમાં આવેલ રાધે એપાર્ટમેન્ટનાં બ્લોક નં. ૧૦૩ માં રહેતા પટેલ સુમિતાબેન અશોકભાઇ રાખોલીયા (ઉ.૪૮) નામની મહિલાએ ગઇકાલે તેના એપાર્ટમેન્ટ પાસે રોડનાં કામ પહેલા પાણીનાં કનેકશનની રજૂઆત કરી હતી.

શહેર ભાજપ મહિલા સુરક્ષા સેલનાં સદસ્ય તરીકે પણ કાર્યરત સુમિતાબેન રાખોલીયા ઉપર તેનાં વોર્ડ નં. ૭ નાં ભાજપનાં કોર્પોરેટરો ગોપાલ રાખોલીયા, યોગેશ પાનસુરીયા અને વોર્ડ નં. ૪ નાં નગર સેવક હરેશ પરસાણાએ હૂમલો કર્યો હતો.

આ હુમલામાં મહિલાને ઇજા થતા તેને સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવલ.

આ અંગે બી. ડીવીઝન પોલીસે સુમિતાબેનની ફરીયાદ લઇ ત્રણેય કોર્પોરેટરો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે તપાસ ચલાવી રહેલા પોલીસ જમાદાર કે. સી. જોશીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, ફરીયાદ બાદ મહિલા તેમજ અન્ય લોકોનાં નિવેદન લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

(1:09 pm IST)