Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

કવાડિયાની જન્મભૂમિમાં ભાજપનો વિજય

રાજકોટ, તા. ૨૩ :. મોરબી જિલ્લામાં હળવદ તાલુકા પંચાયતની નવા ઘનશ્યામગઢ બેઠકના સભ્યનું અવસાન થતા ખાલી પડેલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચેતન કાવડ સામે ભાજપના ઉમેદવાર કાનજીભાઈ પ્રેમજીભાઈ ગોપાણી ૩૩૨ મતે વિજેતા થયા છે. આ ગામ પૂર્વ પંચાયત મંત્રી જયંતીભાઈ કવાડિયાની જન્મભૂમિ છે. ભાજપના ઉમેદવારને જીતાડવા માટે તેમણે તથા સાથીઓએ કરેલી મહેનત ફળી છે.

(1:08 pm IST)