Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

સાવરકુંડલા : બેટી બચાવો અભિયાન સાથે ભાજપ બેન્ક બચાવો અભિયાન ચલાવે : ચંદ્રેશ રવાણી

સાવરકુંડલા, તા. ર૩ :  પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અને જેતપુરના નિરીક્ષક ચંદ્રેશભાઇ રવાણી એ. આક્રોશ સાથે જણાવેલ હતું કે ભાજપની સરકારે બેટી બચાવો અભિયાન હાથ ધરેલ છે. ત્યારે બહેન દિકરીઓ અસમામત છે ત્યારે આજે દેશની બેન્કો પણ સલામત ન હોય તેવું જોવા મળી રહ્યું છે.

બેટી બચાવો અભિયાન સાથે સાથે બેન્કો બચાવો અભિયાણ ચલાવુ જોઇએ કારણ કે આપણા દેશની બેન્કોમાં ગરીબ અને મધ્યમ વર્ગના પૈસા જમા પડયા હોય છે. ત્યારે લલીત મોદી, વિજય માલ્યા, નિરવ મોદી અને કોઠારી જેવા વ્યકિતઓએ હજારોકરોડોનું ફુલેકુ ફેરવી દીધુ છે. ત્યારે તેવા વ્યકિત પાસે પૈસા  વસુલવા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે મુદ્દાની અને નગ્ન સત્ય વાત તો એ છે કે બેરોજગાર અને ગરીબ વગેરેના વ્યકિતઓને ધંધા રોજગાર માટે બેન્કોમાંથી લોન આપવવામાં આવતી નથી.

હજારો કરોડોની લોન આપવા કરતા તે રૂપિયાની લોનો જો બેરોજગાર અને ગરીબોને લોન આપવામાં આવી હોત તો દેશના એક કરોડ ગરીબ અને બેરોજગારીને રોજગાર મળી રહેતા પરંતુ આ ભાજપની સરકારને ગરીબોનું હિત થોડુ જોવે છે તે તો માત્રને માત્ર પાંચ ઉદ્યોગપતિનું હિત ધ્યાને રાખે છે. ગરીબ અને મધ્યમ વર્ગના મહેનતના પૈસાનું ફુલેકુ ફેરવી જાય તે કેટલાક અંશે વ્યાજબી ગણાય તેમ અંતમાં ચંદ્રેશભાઇ રવાણી જણાવેલ હતું.

(1:06 pm IST)