Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

જામનગરમાં વેરા શાખા આકરા પાણીએઃ વધુ ૧૧ મિલ્કતો જપ્ત

જામનગર તા.૨૩: અહીયા મહાનગરપાલિકાની મિલ્કત વેરા શાખા દ્વારા હાથ ધરાયેલ ઝુંબેશ સંદર્ભે બાકીદારો સામે કાયદાનો દંડો ઉગામવા સાથે જ વધુ ૧૧ મિલ્કતો જપ્ત કરી લેવાતા વેરો ભરવામાં દાંડાઇ કરનારા આસામીઓમાં ફફડાટ પ્રસરવા લાગ્યો છે.

જેમાં કારા જેઠા કંડોરીયા પાસેથી રૂ.૧,૯૩,૬૪૯ તથા અરવિંદ એન્ડ ઉજમબેન એન્ડ રામસવદાસ પાસેથી રૂ.૫૬,૯૬૪ તેમજ કેર ઓફ મુકેશભાઇ ગઢવી પાસેથી રૂ.૩૫,૫૫૨ તથા ગુજરાત હાઉસીંગ બોર્ડને પણ રૂ.૩૨,૭૪૪ વેરા બાકી હતો... એવી જ રીતે બરડાઇ બ્રાહ્મણ સમાજ ટેનેનન્ટ દ્વારા પણ રૂ.૨૯,૬૩૬ તથા જીવરાજ નટુભાઇ રાઠોડ પાસેથી પણ રૂ.૨૫,૬૫૦ તેમજ હરીશભાઇ ડી.કટેશીયા પાસેથીય રૂ.૨૩,૮૮૪ની વેરાની રકમ બાકી હોવા સાથે જ ગુજરાત હાઉસીંગ બોર્ડ-કેરઓફ મકવાણા ધર્મેન્દ્રને પણ રૂ.૨૧,૫૮૩ તથા જનતા કો.ઓપ. સોસાયટીમાં ભાડુતઆ મુકેશભાઇ પાસેથી પણ રૂ.૨૦,૧૫૫ના વેરા વસુલાત પેટે મિલ્કતો સીલ કરવામાં આવી હતી સાથે સાથે પાંચ આસામીઓ પાસેથી રૂ.૨,૧૭,૭૨૫નો સ્થળ પર રીકવરી કરાયા હતા.(૧.૧૧) જામનગર તા.૨૩: અહીયા મહાનગરપાલિકાની મિલ્કત વેરા શાખા દ્વારા હાથ ધરાયેલ ઝુંબેશ સંદર્ભે બાકીદારો સામે કાયદાનો દંડો ઉગામવા સાથે જ વધુ ૧૧ મિલ્કતો જપ્ત કરી લેવાતા વેરો ભરવામાં દાંડાઇ કરનારા આસામીઓમાં ફફડાટ પ્રસરવા લાગ્યો છે.

જેમાં કારા જેઠા કંડોરીયા પાસેથી રૂ.૧,૯૩,૬૪૯ તથા અરવિંદ એન્ડ ઉજમબેન એન્ડ રામસવદાસ પાસેથી રૂ.૫૬,૯૬૪ તેમજ કેર ઓફ મુકેશભાઇ ગઢવી પાસેથી રૂ.૩૫,૫૫૨ તથા ગુજરાત હાઉસીંગ બોર્ડને પણ રૂ.૩૨,૭૪૪ વેરા બાકી હતો... એવી જ રીતે બરડાઇ બ્રાહ્મણ સમાજ ટેનેનન્ટ દ્વારા પણ રૂ.૨૯,૬૩૬ તથા જીવરાજ નટુભાઇ રાઠોડ પાસેથી પણ રૂ.૨૫,૬૫૦ તેમજ હરીશભાઇ ડી.કટેશીયા પાસેથીય રૂ.૨૩,૮૮૪ની વેરાની રકમ બાકી હોવા સાથે જ ગુજરાત હાઉસીંગ બોર્ડ-કેરઓફ મકવાણા ધર્મેન્દ્રને પણ રૂ.૨૧,૫૮૩ તથા જનતા કો.ઓપ. સોસાયટીમાં ભાડુતઆ મુકેશભાઇ પાસેથી પણ રૂ.૨૦,૧૫૫ના વેરા વસુલાત પેટે મિલ્કતો સીલ કરવામાં આવી હતી સાથે સાથે પાંચ આસામીઓ પાસેથી રૂ.૨,૧૭,૭૨૫નો સ્થળ પર રીકવરી કરાયા હતા.

(1:05 pm IST)