Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

પૂ.અનસુયાબાઈ મ.સ. કાળધર્મ પામ્યાઃ પાલખી યાત્રા નિકળી

ગોંડલ સંપ્રદાયના ૬૪ વર્ષીય દીક્ષા પર્યાયધારી : કાલે સરદારનગરમાં તથા રવિવારે ઘાટકોપરમાં ગુણાનુવાદ

રાજકોટ, તા.૨૩: ગોંડલ સંપ્રદાયના પરમ શ્રધ્ધેય પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી એવમ્ પારસ મૈયા પૂ.રંભાબાઈ મ.સ.ના પરીવારના સુદીર્ઘ સંયમ પયોયધારી પૂ.અનસુયાબાઈ મ.સ.આજરોજ તા.૨૩ના રાજકોટ ખાતે શ્રી રામ કૃષ્ણ નગર સ્થા.જૈન સંઘ - શ્રી રંજનબેન જયસુખલાલ પટેલ ઉપાશ્રય ખાતે સમાધિભાવે કાળધર્મ પામેલ છે.પૂ.મ.સ.ની ઉંમર ૯૫ વર્ષ તથા સંયમ પર્યાય ૬૪વર્ષનો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે ૬૪ વર્ષ પૂર્વે શ્રી વિરાણી પૌષધ શાળા - શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ ખાતે માતા અને પૂત્રી એટલે કે પૂ.અનસુયાબાઈ મ.સ.અને પૂ.જયોત્સનાબાઈ મ.સ.બંનેએ જૈન ભાગવતી દીક્ષા સાથે અંગીકાર કરી ગોંડલ સંપ્રદાયના ઈતિહાસમાં એક સૂવર્ણ પૃષ્ઠ ઊમેરેલ.સુશ્રાવક ડોલરભાઈ કોઠારીએ જણાવ્યું કે પૂ.અનસુયાબાઈ મ.સ.ની ૬૩ મી દીક્ષા જયંતિ ઊજવવાનો મહામૂલો લાભ મનહર પ્લોટ સંઘને મળેલ. મનોજ ડેલીવાળાએ માહિતી આપતા જણાવ્યું કે ગોંડલ સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂ.પુરુષોત્તમજી મ.સાહેબે મા.વદ ત્રીજ ૨૦૧૧ ના પાવન દિવસે શ્રી સ્થાનકવાસી જૈન બોર્ડીંગના પટાંગણમાં માતા અને પુત્રીને  ''કરેમિ ભંતે''  નો પાઠ ભણાવેલ.

રાજકોટના ધર્મવત્સલા નંદુબેન અને માધવજી જાદવજી વોરાના ગૃહાંગણે જન્મેલા અનસૂયાબેન શ્રી જેઠાલાલ વ્રજલાલ બાવીસી સાથે લગ્નગ્રંથિથી જોડાયા બાદ પુત્રી જયોત્સ્નાબેનનો જન્મ થયા બાદ માતા- પુત્રીએ વિ.સં. ૨૦૧૧માં માગસર વદ-૩ના રાજકોટ જૈન મોટા સંઘના ઉપક્રમે આચાર્ય પૂ.શ્રી પુરુષોત્તમજી મ.સા.ના શુભહસ્તે ભાગવતી દીક્ષા અંગીકાર કરેલ. છેલ્લા વર્ષોમાં શારીરિક કારણોસર રામકૃષ્ણનગરમાં સ્થીરતા કરેલ. સેવાભાવી રજનીભાઈ જી.બાવીસીના સંસારપક્ષે કાકી થાય છે. ચંદુભાઈ, કાંતિભાઈ, મનુભાઈ અને સૂરજબેન, કાંતાબેન સંસારી ભાઈ-બહેન છે. ઈશ્વરભાઈ દોશી, દિનેશભાઈ દોશી, જયોતિબેન દોશી, મહિલા મંડળ, નંદલાલ કામદાર વગેરે સેવારત હતા.

પૂ.અનસુયાબાઈ મ.સ.ની વૈયાવચ્ચ કરી રહેલા પૂ.જયોત્સનાબાઈ મ.સ., પૂ.હસુતાબાઈ મ.સ.,પૂ.હર્ષિદાબાઈ આદિ સતિવૃંદ તેઓને નિત્ય હજારો આગમ ગાથાઓની સ્વાધ્યાય કરાવતા હતાં. નાદુરસ્ત તબિયત હોવા છતાં તેઓ  આ શરીર પણ મારૂ નથી.જૈન શાસ્ત્રો ના આવા અણમોલ આગમ વાકયોનું ચિંતન, મનન કરી આત્મ રમણતા કરતાં હતાં.રામ કૃષ્ણનગર સંઘના અગ્રણી ઈશ્વરભાઈ દોશી,રજનીભાઈ બાવીસી તથા સંઘ પ્રમુખ નંદલાલભાઈ કામદારે જણાવ્યું કે પૂ.અનસુયાબાઈ મ.સ.સરળ,ભદ્રિક અને નિખાલસતાની સાક્ષાત મૂર્તિ હતાં.

ગોંડલ સંપ્રદાયના અગ્રણીઓ પ્રવિણભાઈ કોઠારી,ચંદ્રકાન્તભાઈ શેઠ,ઈશ્વરભાઈ દોશીએ જણાવ્યું કે સુદીર્ઘ સંયમ પયાોયધારી ગુરુણી મૈયા પૂ.અનસુયાબાઈ મ.સ.કાળધર્મ પામવાથી ગોંડલ સંપ્રદાય અને જિન શાસનને બહુ મોટી ખોટ પડી છે.

દિનેશભાઈ દોશીએ જણાવ્યું કે પૂ.અનસુયાબાઈ મ.સ.ની પાલખી યાત્રા આજરોજ સાંજે ૪ કલાકે રામ કૃષ્ણ નગર સંઘથી નીકળી રામનાથ પરા મુકિતધામ પહોંચી હતી.

સ્થવીરા પૂ.અનસૂયાબાઈ મહાસતીજીની ગુણાનુવાદ સભા આવતીકાલે તા.૨૪ને શનિવારે સવારે ૯:૩૦ કલાકે સરદારનગર ઉપાશ્રયે મહાસતીજી વૃંદની નિશ્રામાં યોજાશે. ૯ કલાકે ભકતામર જાપ યોજાશે. જયારે પૂ.શ્રી ધીરગુરુદેવની નિશ્રામાં તા.૨૫ને રવિવારે હિંગવાલા મોટા ઉપાશ્રય ઘાટકોપર ખાતે યોજાશે.

(3:38 pm IST)