Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

જસદણના ફુલઝરમા ગેરકાયદે ખનન કરતા ૪ પકડાયાઃ આર.આર.સેલનો દરોડો

ચુનાના પથ્થર ૪ ટન અને ૩ ચકરડી સહિત ૪.૧૦ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ તા.૨૩: જસદણના ફુલઝર ગામની સીમમાં આર.આર.સેલની ટીમે દરોડો પાડી ચુનાના પથ્થરોનું ગેરકાયદે ખનન કરતા ૪ શખ્સોને ૪.૧૦ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

રાજકોટ રેન્જના ડી.આઇ.જી. ડી.એન.પટેલ, એ રેન્જમાં ચાલતા ગેરકાયદેસર ખનન કરતા ઇસમો વિરૂધ્ધ કડક હાથે કામ લેવા આર.આર.સેલના પી.એસ.આઇ. કૃણાલ પટેલને સુચના કરતા તેઓએ આર.આર.સેલની ટીમ સાથે જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારના ફુલઝર ગામના તળાવના પટમાં છગનભાઇ કડવાભાઇ કોળીની વાડીની પાસે રેઇડ કરતા (૧)લાલજીભાઇ મેઘજીભાઇ વાછાણી, રહે. કાળાસર, (૨) ભગાભાઇ ભનાભાઇ ચાવડા, રહે.દેવપરા, (૩) ડાયાભાઇ છગનભાઇ સદાદીયા, રહે.દેવપરા, (૪) કરશનભાઇ જસમતભાઇ વાછાણી, રહે.દેવપરા, તા.જસદણવાળાઓને પથ્થર કાપવાની ચકરડી નંગ-૦૩, ટ્રેકટર-૦૧, ડીઝલ જનરેટર-૦૧, ચુનાના પથ્થર આશરે ૦૪ ટન મળી કુલ રૂ.૪,૧૦,૦૦૦ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ કરી જસદણ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવેલ છે.

(11:41 am IST)