Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં જોરદાર ઝાકળવર્ષા

આ વખતે વહેલી સવારે નહી પરંતુ સવારના ૭ વાગ્યા બાદ ઝાકળ સાથે ઠંડકની અસરઃ વાહન વ્યવહારને ભારે અસર

રાજકોટ તા. ર૩ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે અલગ હવામાનનો અહેસાસ સાથે ઝાકળવર્ષા થઇ હતી. જો કે આ ઝાકળવર્ષા વહેલી સવારે નહી પરંતુ સવારના ૭ વાગ્યા બાદ એકાદ કલાક સુધી અનુભવાઇ હતી.

ઝાકળવર્ષાની સાથે સવારના સૂર્યનારાયણના દર્શન ન થયા ત્યાં સુધી ઠંડકનો અનુભવ થતો હતો.

જોરદાર ઝાકળવર્ષાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો અને દુર સુધી વાહન ચાલકોને જોવામાં તકલીફ પડતી હતી.

રાજકોટ-ગોંડલ હાઇવે, રાજકોટ જામનગર હાઇવે સહિત જુદા જુદા રસ્તાઓ ઉપર વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડયો હતો.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણ યથાવત છે અને દરરોજ મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીની અસર અનુભવાય છે જયારે સૂર્ય નારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે.

જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમી અસર વધવા લાગે છે અને બપોરનાં સમયે આકરા ઉનાળાનો અનુભવ થાય છે બપોરે લોકો ગરમીથી પરસેવે રેબઝેબ થાય છે.

જામનગર

જામનગર : શહેરનું લઘુતમ તાપમાન ૧૮.૪ ડીગ્રી, મહત્તમ ૩૧.૪, હવામાં ભેજ ૯૬ ટકા અને પવનની ઝડપ પ કિ. મી. પ્રતિ કલાક રહી હતી. (પ-૧પ)

કયાં કેટલી ઠંડી-ભેજ

શહેર

લઘુતમ તાપમાન

ભેજ

દિવ

૧૪.૬

૭૪ ટકા

કંડલા

૧પ.૦

૭૭ ટકા

રાજકોટ

૧૬.૬

૧૦૦ ટકા

ભુજ

૧૬.૮

૯૦  ટકા

નલીયા

૧૭.ર

૮૪  ટકા

પોરબંદર

૧૭.૮

૯૬  ટકા

જામનગર

૧૮.૪

૯૬ ટકા

સુરેન્દ્રનગર

ર૦.૪

૮૪ ટકા

(11:41 am IST)