Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

સિહોરના કર્મકાંડી યુવાનને બ્લેકમેઈલ કરીને પોણા બે લાખની માગણી કરનાર ૨ ઝડપાયા

વોટસ એપમાં ચેટીંગ બાદ અભદ્ર મેસેજ કરેલઃ યુવતી સહિત પાંચ સામે પોલીસ ફરીયાદ : મોબાઇલ ફોનમાં અશ્લીલ મેસેજ અને ગલગલીયા કરાવતી વાતોમાં ફસાવી બ્લેક મેઇન કરતી ગેંગ સક્રિય થઇ છે અને છેલ્લા ૧પ દિવસમાં જ આવા બનાવો અનેક બન્યા છે. જે પૈકી ત્રણ પોલીસ ફરીયાદ થઇ છે .પોલીસે આવા બનાવમાં ભોગ બનારો પોલીસ ફરીયાદ કરવા જણાવ્યું છે.

ભાવનગર, તા. ૨૩ :. સિહોરમાં રહેતા કર્મકાંડી વિપ્ર યુવાન સાથે વોટસએપમાં ચેટીંગ કર્યા બાદ અભદ્ર મેસેજ મોકલી રૂપિયા પોણા બે લાખની માંગણી કરી સિહોરથી યુવતી સહિત પાંચ શખ્સો બ્લેકમેઈલ કરતા હોય આ અંગે પોલીસ ફરીયાદ નોંધાવાતા પોલીસે બેને ઝડપી લીધા છે.  ભાવનગરમાં અશ્લિલ તસ્વીરો અને અભદ્ર મેસેજીસ દ્વારા બ્લેકમેઈલ કરી રૂપિયા પડાવવાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં એક તબીબ સહિત બેની પાસેથી રૂપિયા પડાવતી ટોળકી પોલીસે ઝડપી લીધી હતી ત્યાં આજે વધુ એક બનાવ બહાર આવ્યો છે.

સિહોરમાં દાદમવાવ નજીક ગાયત્રીનગર સોસાયટીમા રહેતા અને કર્મકાંડો કરતા ગોપાલભાઈ રવિશંકરભાઈ જોષી (ઉ.વ. ૪૨) ને તેના મોબાઈલ ફોનમાં ગત તા. ૧૪મીના રોજ આજ ગામના સંગીતાબેન, અમિતભાઈ, ભાસ્કર મહેન્દ્રભાઈ પરમાર, આલ બટુકભાઈ અને ત્રિવેદી નામનો એક યુવાને અભદ્ર મેસેજ મોકલેલ અને બાદમા ફોન કરી ધમકી આપી રૂ. પાંચ લાખની માંગણી કરી હતી આખરે પતાવટ કરવા રૂ. પોણા બે લાખ નકકી કર્યા હતા આ પેટે રૂ.૬પ હજાર વિપ્ર યુવાને મુંબઇથી તેમના સંબંધી પાસેથી આંગડીયા મારફત મંગાવ્યા હતા ભાવનગર લેવા જવાનું કહ્યું હતું આથી આ શખ્સો ભાવનગર આવ્યા હતા અને બે શખ્સો ભાસ્કર મહેન્દ્રભાઇ પરમાર અને વિશાલ બટુકભાઇ આંગડીયા પેઢીમાં રૂપિયા લેવા ગયા કે પોલીસ તેને ઝડપી લીધા હતા જયારે અન્ય ત્રણે ઝડપી લેવા તજવીજ હાથ ધરી છ.ે આ બનાવ અંગે ગોપાલભાઇ જોષીએ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમા પાંચેય વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ પી.એસ.આઇ.આર.એમ. નકવી ચલાવી રહ્યા છે.

(11:38 am IST)