Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

જુનાગઢ મહાનગરપાલિકાનું બજેટ બોર્ડ ગેરકાયદેસરનું: પૂર્વ મેયર

જુનાગઢ તા.ર૩: પૂર્વ મેયર લાખાભાઇ પરમારે જણાવ્યુ છે કે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ બજેટ બોર્ડ મહાનગરપાલિકાના હોલમાં મળેલ બજેટ બોર્ડ ૧૧-૦પ શરૂ કરવામાં આવેલ ત્યારબાદ બજેટ છે જુનાગઢ મહાનગરપાલિકાના મેયર તરફથી રજુ થવુ જોઇએ તે રીતે રજુ કરવામાં આવેલ નથી બજેટ બોર્ડ છે તે મેયરના અધ્યક્ષસ્થાને બોલાવવામાં આવેલ તેમાં કયાય મેયર તરફથી બજેટ રજુ કરવાનું કે બજેટ બોર્ડ શરૂ કરવાનું કે પુરૂ કરવાનું કે બહુમતીથી પાસ કરવાનું આવો કોઇ પણ શબ્દ મેયર તરફથી કરવામાં  આવેલ નથી. આખુ બજેટ બોર્ડ ડે.મેયરે ચલાવેલ અને ડે.મેયરને મેયર અધ્યક્ષસ્થાને બોર્ડમાં બેઠા હોય ત્યારે ડે.મેયરને કોઇ પણ શબ્દ મંજુર કે નામંજુર કે બજેટ રજુ કરવાનો અધિકાર નથી જેથી આખુ બજેટ બોર્ડ ગેરકાયદેસરનું છે જેથી કમિશ્નરશ્રીએ આ બજેટ બોર્ડના ઠરાવને વહીવટી મંજુરી આપવી નહી.

બજેટ બોર્ડમાં શરૂ થયુ ત્યારે પાણીના પ્રશ્નોની ચર્ચા વિરોધપક્ષના નેતા સાથે થતી હતી ત્યારે આવતા વર્ષે પાણીની અછત રહેવાની છે ત્યારે પાણી વેરો વધારવો ન જોઇએ તેમાં ડે.મેયર ચર્ચા કરી કે આ વેરો ખાલી રપ રૂપીયાનો જ વધારો છે. જેથી ભાવ વધારો કહેવાય નહી. જેથી આ બાબતે બોર્ડના ભાજપ અને કોંગ્રસના સભ્યોની સાથે ગોઠવી લીધુ હોય તે રીતે બે-ચાર આડા અવળી વાતો કરી બોર્ડમાં કર્મચારીને સાતમુ પગાર પંચ લાગુ કરવાનો પ્રશ્ન રજુ કર્યો પણ  વાતો વાતોમાં બન્ને પક્ષ તરફથી કર્મચારીના પ્રશ્ને સાતમાં પગાર પંચ ચુકવણી કરવાની બાબત ઉડાડી દેવામાં આવી કોઇ ચર્ચા કર્યા વગર જે તે વખતે કોંગ્રેસના કોર્પોરેટર અદ્રેમાનભાઇ પંજા તેમજ વિજયભાઇ વોરાએ ઢોરના ડબાની બાબતે પ્રશ્ન ઉઠાવતા અને તેમાં ઘાસચારા કૌંભાડમાં લાખો રૂપીયાના ગોટાળા થાય છે. જેની તપાસ થવી જોઇએ તેમાં તે બાબતે હોબાળો થતાં ઓટોમેટીક બોર્ડ પુરૂ કરવાના ગોઠવણી મુજબ સ્થાયી સમિતીના ચેરમેને કહેલુ કે ચાલો ભાઇ હવે આ બાબતને મુકી દયો હવે આજનું આ બજેટ બોર્ડ મંજુર કરવામાં આવેલ છે. આવા શબ્દો બોલીને ભાજપના મીત્રોએ  કોંગ્રેસના સભ્યોની રજુઆત અદ્રેમાનભાઇ પંજા અને વિજયભાઇ વોરા તેમજ મંજુલાબેન પરસાણાનો કોઇ પ્રશ્ન સાંભળ્યા વગર વંદે માતરમ ગીત શરૂ કરી દીધેલુ. આ પ્રશ્ને કોંગ્રેસ પક્ષના સભ્યો એક પણ શબ્દ બોલ્યા નહી તે રીતે લોક ચર્ચા એવી થાય છે કે આ જુનાગઢ કોર્પોરેશનમાં ભાજપ અને કોંગ્રેસના મળતીયા લોકો પોતાની મેળે બોર્ડમાં ગોઠવી લે છે. લોક ચર્ચા થાય છે તે મુજબ લાગ્યા વગર રહેતુ નથી અમો આ બોર્ડમાં હાજર હતા ઉપર મુજબની હકિકત સાચી છે. ડેપ્યુટી મેયરને બોર્ડ ચલાવવાનો કોઇ અધિકાર નથી. આ બજેટ બોર્ડ મહાનગરપાલિકાના અધ્યક્ષસ્થાનેથી રજુ થવુ જોઇએ તે થયેલ નથી અને ડે.મેયરે બોર્ડનું સંચાલન કરવુ તે ગેરકાયદેસરનું છે. ડેપ્યુટી મેયરને મેયર અધ્યક્ષસ્થાને બેઠા હોય ત્યારે તેને કોઇ પાવર નથી, દુઃખની બાબત એ છે કે આજનું બજેટ બોર્ડમાં ભાજપના મીત્રોએ પોતાની મેળે-મેળે સતાના જોરે બજેટ બોર્ડ પુરૂ થઇ ગયુ છે અને સર્વાનુમતે બજેટ મંજુર થઇ ગયુ છે તેવુ બીન અધિકૃત રીતે મંજુર કરેલુ જે બોર્ડ આજનું છે તે સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ નથી આ બોર્ડ લોકશાહી ઢબે નથી સરમુખત્યારશાહીથી બોર્ડ પુરૂ કરવામાં આવેલ છે તે બજેટ બોર્ડ આજનું રદ થવુ જોઇએ તેમ અંતમાં લાખાભાઇ પરમારે જણાવ્યું હતું.

(11:33 am IST)