Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

જેતપુરઃ એસપીવીએસ કેમ્પસમાં વાર્ષિકોત્સવ

 નવાગઢઃ ર૧મી સદીના સફળ નાગરીક થવા જઇ રહેલા આજના ભુલકાઓએ ફિલ્મી ભેટ સમાન સ્ટેજ ઉપરથી ગીત, સંગીતથી લઇને બાહુબલી જેવા શૌર્યના સ્ટંટો એસપીવીએસ કેમ્પસની એન્યુઅલ ઇવેન્ટ દ્રિષ્ટીમાં રજુ કર્યા હતા. પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનયરો શ્રી સાવલીયા, શ્રી ગઢવી અને શ્રી પાઘડાળ ઉચ્ચક્રમે ઉર્તિણ વિદ્યાર્થીઓને સફળ થવા સખત મહેનત અને તમામ સોર્સમાંથી જ્ઞાનની પ્રાપ્તી કરી ઉજ્જવળ ભવિષ્ય કંડારવા અભિનંદન પાઠવ્યા હતા.  કેમ્પસના મેનેજીંગ ટ્રસ્ટી દિનેશ ભુવાએ કેમ્પસનો દ્રિષ્ટીકોણ સ્પષ્ટ કરતા જણાવેલ કે ર૦મી સદીની સાપેક્ષમાં આજના વિદ્યાર્થીઓએ ર૧મી સદીના ઉંબરે જબરદસ્ત સ્પર્ધાનો સામનો કરવાનો હોય આ કેમ્પ વિદ્યાર્થીઓને પુસ્તકીયાજ્ઞાનને બદલે સ્પોર્ટસ, સ્કિલ અને અધર એકટિવીટીઝ દ્વારા વિદ્યાર્થીઓના કોમ્પિટીટીવ સ્કિલ ડેવલપ કરી અને ફિઅરલેસ બનાવી પોતાના પ્રોફેશનથી લઇ તમામ ક્ષેત્રોમાં ગ્લોબલ પર્સનાલીટી બનાવવાનું મિશન એસપીવીએસ કેમ્પસ સફળ રીતે ચલાવી રહેલ છે. બે સેશનના ૧૫૦૦ વિદ્યાર્થીઓ અને ૪૦૦૦ જેટલા વાલીશ્રીઓએ ભારતીય સંસ્કૃતિ અને પાશ્ચાત સંસ્કૃતિના સમન્વય સમાન આ રંગારંગ કાર્યક્રમને દિવસભર માણેલ અને સફળ કાર્યક્રમ બદલ સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા. (તસ્વીર-અહેવાલઃ નિતીન વસાણી નવાગઢ)

(11:32 am IST)