Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ગીર સોમનાથના ઘુંસીયા યશદા સંસ્થાની મુલાકાતે પ્રતિનિધિ મંડળ

 ગીર-સોમનાથ : તાલાળાના ઘુંસીયા ગામે આજે યશદા સંસ્થાના (યશવંત રાય ચૌહાણ વહિવટી વિકાસ સંસ્થા) ૨૮ લોકોના પ્રતિનિધી મંડળે મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધી મંડળે પ્રથમ ઘુંસીયા ગ્રામ પંચાયતની મુલાકાત લીધા બાદ પંચાયત દ્રારા કરવામાં આવતી વિશિષ્ટ કામગીરીની જાણકારી મેળવી હતી. પંચાયત દ્રારા ગામમાં સફાઈ કામગીરી, ડસ્ટબીન વિતરણ અને સેવાના કામોથી આ પ્રતિનિધી મંડળ પ્રભાવિત થયું હતું. યશદાના પ્રતિનિધી મંડળે ઘુંસીયા ગામની કામગીરી દ્રષ્ટાંતરૂપ છે તેમ જણાવી કહ્યું કે, સરપંચ જીવાભાઈ રામની આગેવાનીમાં આ ગામમાં વિકાસના ખુબ સારા કામો કરવાની સાથે સેવાકિય કામો પણ કરવામાં આવી રહ્યા છે. અને સાથોસાથ જરૂરીયાંતમંદ લોકોને પણ પંચાયત મદદ કરે છે. ગુજરાતની મોટાભાગની પંચાયતો છેલ્લા છ-સાત વર્ષથી ઈ-ગ્રામ સેવાથી જોડાયેલી છે. જે થી ઘુંસીયા ગ્રામ પંચાયત કચેરી ખાતે તુરંત ૭/૧૨ ની નકલ, જન્મ-મરણના દાખલા કાઢી આપવામાં આવે છે, જેથી અરજદારોને તાલુકા પંચાયતે જવું પડતું નથી. ઘુંસીયા ગામ ખરા અર્થમાં પ્રેરણાદાયક ગામ છે અને ગામને વ્યસન મુકત બનાવવા પર ભાર મુકયો હતો. યશદા પ્રતિનિધી મંડળમાં જયશ્રી બાલાસાહેબ ફાલકે, સંદીપ કોહીનકર અને અનીલ પંઢરે સહિત ૨૮ લોકોનાં પ્રતિનિધી મંડળ, ડી.આર.ડી. ડાયરેકટર સંજય કે મોદી તેમજ તલાટીમંત્રી અસ્મિતાબેન ઝાલા, પંચાયતના સભ્યો વિનોદભાઇ ચારીયા, શાંતાબેન બાંમણીયા, મણીબેન ચાંડેરા, મણીબેન સોલંકી, દેવજીભાઇ ગોહીલ, નારણભાઇ ચાવડા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(11:32 am IST)