Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ભાવનગર જિલ્લા પંચાયતની એક તાલુકા પંચાયતની ત્રણ બેઠકોની પેટાચુંટણીમાં સરેરાશ ૪૦ ટકા મતદાન

ચારેય બેઠકમાં કુલ ૪૪,૨૫૬ મતદારો પૈકી ૧૭,૪૯૮એ મતાધિકારનો કર્યો ઉપયોગ

ભાવનગર તા.૨૨: અહીયા જીલ્લા પંચાયતની એક ખાલી પડેલ બેઠક અને ત્રણ તાલુકા પંચાયતની ત્રણ ખાલી પડેલી બેઠકોની ગઇકાલે ચુંટણીમાં વ્હેલી સવારથી સાંજે ૪ વાગ્યા સુધીના મતદાનના મળેલા આંકડાઓ મુજબ એકંદરે મતદાન સાવ નિરસ રહેવા પામ્યુ હતુ.

જેમાં પાલીતાણા તાલુકાની ઘેટી ગામની જીલ્લા પંચાયતની બેઠક માટે માત્ર ૩૬ ટકા, ત્રણ તા.પં.ની ચુંટણીમાં પાલીતાણા તાલુકા પંચાયતની આદપુર બેઠક માટે ૪૫ ટકા, ઉમરાળા તા.પં.ની ધોળા ગામની બેઠક માટે માત્ર ૩૬ ટકા તળાજા તાલુકા પંચાયતની પાવઠી બેઠક  માટે ૫૦ ટકા જેટલું મતદાન થવા સાથે જ ચારેય બેઠકની પેટા ચુંટણીમાં કુલ ૪૪,૨૫૬ મતદારો પૈકીના ૧૭,૪૯૮ મતદારોએ મત અધિકારનો ઉપયોગ કરતા શાંતિમય રીતે ૪૦ ટકા મતદાન નોંધાયુ હતુ.

જયારે પાલીતાણા જી.પં.ની મહિલા સામાન્ય અનામત બેઠક ઉપર પણ કુલ મતદારો ૨૭,૯૧૬ પૈકીના ૧૦,૧૧૮ મતદારોએ મતદાન કરતા ૩૬ ટકા જેટલુ નિરસ મતદાન થવા પામ્યુ છે એવી જ રીતે પાલીતાણા તા.પં.ની આદપુર બેઠક માટે પણ કુલ ૬,૦૬૬ મતદાર પૈકીના ૨,૭૪૫ મતદારોએ મતદાન કરતા ૪૫ ટકા એ પહોંચ્યુ હતુ.

તો વળી, ઉમરાળા તા.પં.ની ધોળા ગામ બેઠક ઉપર કુલ ૪,૦૧૩ મતદારો પૈકીના ૧૪,૮૩ મતદારોએ મતદાન કરતા ૩૭ ટકા તથા તળાજા તાલુકાના પાવઠી તા.પં.ની બેઠકમાં કુલ ૬,૨૬૧ મતદારો પૈકીના ૩,૧૫૨ મતદારોએ મતદાન કરતા ૫૦.૩૪ ટકા મતદાન થવા પામ્યુ હતુ.

(11:26 am IST)