Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ગોંડલનાં બિલીયાળામાં પટેલ પરિવાર દ્વારા ચકલીના માળા બની શકે લેવી કંકોતરીનું નિર્માણ

ગોંડલ,તા.૨૩:  બિલીયાળા ના રહેવાસી અને ગોંડલ રામ ટ્રસ્ટના સક્રિય કાર્યકર ધેલાભાઈ રાદડીયા ના પુત્ર વિપુલ રાદડીયા ની કંકોતરીને પક્ષીઓના ઘરનું સ્વરૂપ આપ્યું છે. ઘેલાભાઈ એ આમંત્રણ ફકત ૪૦૦ પરિવારને આપવાનું છે, પરંતુ તેમની કંકોતરીરૂપી પક્ષીના ઘરની એટલીબધી ડિમાન્ડ નીકળી કે તેમણે બે હજાર કંકોતરી તૈયાર કરાવવી પડી છે.

આ બાબતની માહિતી આપતાં ઘેલાભાઈના નાના પુત્ર રોનક રાદડિયા ઘણા સમય પહેલાંથી તેના ભાઈ ના લગ્નપ્રસંગે જીવરક્ષાનો પ્રોજેકટ બનાવવો હતો. ભાઈના ચાર મહિના પહેલાં લગ્ન નક્કી થયાં ત્યારે રોનક ભાઈ પહેલાં તેમના પરિવારમાં જીવરક્ષા પ્રોજેકટની ચર્ચા કરી હતી. રોનક ભાઈ ના પિતાશ્રી એ જીવરક્ષાના પ્રોજેકટની સંમતિ આપી દીધી હતી. બસ, પરિવારની સંમતિ મળતાં જ રોનક ભાઈ પ્રોજેકટ પર વર્ક કરવાનું શરૂ કરી દીધું હતું એમ જણાવતા રોનક રાદડિયા કહ્યું હતું કે 'મારે આ પ્રોજેકટ પર્યાવરણપ્રેમી બનીને કરવાનો હતો, એટલે મેં ઇકો-ફ્રેન્ડ્લી કંકોતરી બનાવવા માટેની ડિઝાઇનો કરવાની તૈયારી કરી હતી.  'મારા ભાઈનું ઘર બાંધવા જઈ રહ્યો હતા ત્યારે મારે પક્ષીઓ માટે પણ ઘરરૂપી કંકોતરી બનાવવી હતી. એ માટે મેંબે-ચાર ડિઝાઇનો બનાવી જેમાં પક્ષીઓને સુવિધારૂપ રહે એવાં બોકસ તૈયાર કર્યાં. આખરે એક બોકસ જીવરક્ષા માટે મેં તૈયાર કર્યું અને એ ડિઝાઇન પ્રમાણે મેં એ બોકસ જેવી કંકોતરી બનાવવા આપી દીધી.'

આ કંકોતરી માં રદડીયા પરિવારે પુત્રના પ્રસંગોની વિગતોની સાથે ચકલીની દર્દભરી અપીલ અને સૂચના પણ લખી છે. આ લખાણમાં તેમણે લખ્યું છે કે ચકલીને લુપ્ત થતી અટકાવવા એના સંરક્ષણ, સંવર્ધન અને માળાનાં સ્થાનોની (ચકલીનો માળો) પૂર્તિ કરવાની તાતી જરૂર છે. ચકલીને ઝાડ પર માળો બનાવતાં સૂચના આપતાં તેમણે લખ્યું છે કે 'બાલ્કની કે બારી-દરવાજાની છાજલી નીચે બે અથવા બેથી વધુ સંખ્યામાં રાખવી. બિલાડી ન પહોંચી શકે એવી જગ્યા પસંદ કરવી. પાણી કે વરસાદમાં બગડે નહીં એનું ધ્યાન રાખવું. શિકારી પક્ષીઓનો ભય હોવાથી ખુલ્લા ઝાડ પર, બગીચા કે અગાસીમાં રાખવું નહીં. ચકલીના માળાની આજુબાજુમાં કે ઝાડ પર પાણીની કૂંડી કે ચણની છાબડી રાખવાથી વધુ સારું પરિણામ અને પુણ્ય મળશે.'

ઘેલા ભાઈ રાદડિયા જયારે તેમના પ્રિયજનો અને સ્વજનો ને કંકોતરી આપવા નીકળ્યા ત્યારે સૌએ એકથી વધુ કંકોતરીની ડિમાન્ડ કરી. આ સંદર્ભમાં ઘેલા ભાઈ રાદડિયા કહ્યું હતું કે 'પ્રિયજનો અને સ્વજનો જ નહીં, તેમના આડોશીપાડોશી કંકોતરી જોઈને જીવરક્ષાના આશયથી કંકોતરીની ડિમાન્ડ કરવા લાગ્યા. આમ હું મારા જીવરક્ષાના ધ્યેયમાં સફળ રહ્યો છું.'

(11:51 am IST)