Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ગોંડલ શ્રી ગાયત્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સમુહ લગ્નોત્સ્વ

ગોંડલ : શ્રી ગાયત્રી માનવ સેવા ટ્રસ્ટ ગોંડલ તથા જયશ્રી ખેતરવાળા મેલડી માતાજી મંદિર ટ્રસ્ટ ગોંડલ દ્વારા પ્રથમ વખત ૧પ જેટલા યુગલોના સર્વ જ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાયા હતાં. ગાયત્રી અગ્રણી ચંદુભાઇ પટેલ તથા મહિલા સેવક જયશ્રીબેન પટેલ યુવા ગાયત્રીની ટીમ તેમજ અનેક રાજકીય અગ્રણીઓ, સામાજીક કાર્યકરો, ગાયત્રી પરીજનો, ઉદ્યોગપતિઓ તેમજ ગોંડલના અનેક નગરજનો તેમજ સંતો, મહંતોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. પ.પૂ. મહંતશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર હરીચરણદાસજી મહારાજ, રામજી મંદિર ગોંડલ દ્વારા શુભેચ્છા પાઠવાઇ હતી. પૂ. શ્રી શ્રી ૧૦૮ મંડલેશ્વર સ્વામી શ્રી રમેશાનંદગીરી બાપુ, શ્રી ખેતરવાળા મેલડી મા ધામ દ્વારા વ્યવસ્થા કરાઇ હતી. મહંત શ્રી રામદાસબાપુ રામકબીર હાજર રહીને સામાજીક કાર્યને બિરદાવ્યું હતું. મહંતશ્રી હનુમાનદાસબાપુ, ભાદર ડેમ, લીલાખા મહંતશ્રી ચંદુબાપુ દેશાણી ગોંડલ મોવિયા સંતોષી માતાજીના મહંતશ્રી ભગવાનદાસબાપુ  સતાપર સીતારામ આશ્રમના મહંત શ્રી હનુમાનદાસબાપુ, ભાદર ડેમ, લીલાખા મહંતશ્રી ચંદુબાપુ દેશાણી ગોંડલ મોવિયા સંતોષી માતાજીના મહંતશ્રી ભગવાનદાસબાપુ સતાપર સીતારામ આશ્રમના મહંતશ્રી ત્રિભોવનદાસબાપુ શાસ્ત્રીજી યજ્ઞેશભાઇ પંડયા તેમજ શાસ્ત્રીજી મહેશભાઇ રાવલ, પ્રતિકભાઇ તેમજ ધર્મેશભાઇ ડઢાણીયા દ્વારા માર્ગદર્શન અપાયુ હતું. આ તકે વાંકાનેર ના અશ્વિનભાઇ રાવલ અમરેલીના જે. વી. આચાર્ય રાજકોટના ગાયત્રી અગ્રણી શ્રી પીનાકીનભાઇ રાજયગુરૂ કિરીટભાઇ ત્રિવેદીએ રમેશાનંદગીરીબાપુનાં કાર્યને બિરદાવેલ હતી. સર્વજ્ઞાતિનાં પંદર યુગલો ્દ્વારા પ્રભુતામાં પગલા માંડયા હતાં. આ પ્રસંગે બહેનોની ટીમે જયશ્રીબેન પટેલની આગેવાનીમાં વ્યવસ્થા સંભાળી હતી. તેમજ ભાઇઓની પણ આયોજન વ્યવસ્થા ગાયત્રી યુવા ટીમ દ્વારા કરાયુ હતું. આ તકે યુવા ક્રાંતી વર્ષ નિમિતે યુવા જોડો આંદોલનની પ્રેરણા આપવામાં આવી હતી. તેમજ વર-કન્યા દ્વારા પણ પ્રતિજ્ઞાઓ દોહરાવીને કુરીવાજ નાબુદીની પ્રેરણા આપી હતી. શાંતીકુંજ હરીદ્વાર આર્શીવચન પાઠવવામાં આવ્યા હતાં.  સફળ બનાવવા કૃણાલબાપુ તેમજ ભાવીનભાઇ મોણપરા, જય રૈયાણી, મેહુલ જોષી, વૈભવ, પપ્પુભાઇ દાફડાની ટીમ, ગોંડલ બ્રહ્મ સોશ્યલ ગ્રુપના ગીરીશભાઇ રાવલ અને તેમની ટીમ તેમજ સંતોષભાઇ રાવલ અને ટીમે સહયોગ આપ્યો હતો.

(11:25 am IST)