Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

સિહોર નજીક ટ્રેકટર હડફેટે બાઇક ચાલક યુવાનનું મોત

ભાવનગર તા. ર૩ :.. શિહોરમાં કેશવનગર વિસ્તારમાં રહેતાં કોળી યુવાન પ્રવિણભાઇ જેન્તીભાઇ ચૌહાણ ઉ.રર તેનાં હોન્ડા મોટર સાયકલ નં. જીજે-૧૪-કે. ૪૪૯૯ ઉપર કરકોલીયા રોડ સાંઇબાબાનાં મંદિર નજીકથી પસાર થતો હતો ત્યારે સ્વરાજ કંપનીના ટ્રેકર નં. જીજે-૪-ડબલ્યુ. ૯પ૬ર નાં ચાલકે હડફેટે લીધેલ.

અકસ્માતમાં ગંભીર ઇજા થતાં તેનું કરૂણ મોત નિપજયુ હતું. મૃતક હિરાનાં કારખાનામાં કામ કરતો હતો. આ બનાવ અંગે સિહોર પોલીસ સ્ટેશનમાં ટ્રેકટરનાં ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવાતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જાયા બાદ ટ્રેકટર ચાલક નાસી છૂટયો હતો.

(11:22 am IST)