Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ધોરાજીના એનઆરઆઈ ખેડૂત દ્વારા ઓર્ગેનીક ખેતી કરીને મબલખ ઉત્પાદન

ધોરાજી, તા. ૨૩ :. એનઆરઆઈ ખેડૂત ભીખાભાઈ રામજીભાઈ પટોડીયા છેલ્લા બે દાયકા થયે અમેરિકા ખાતે રહેતા હતા અને સીટીઝન થયેલ ભીખાભાઈ પટોડીયા અને પ્રગતિશીલ ખેડૂતની છાપ ધરાવે છે. તેઓએ ૪ દાયકા પૂર્વે ગોલાબોરની ઓર્ગેનીક ખેતી કરી જોરદાર ઉત્પાદન મેળવેલ અને ગોલાબારની કલમો બનાવી સમગ્ર ગુજરાતના લોકોને આપેલ અને બાદમાં તેઓ અમેરિકા જતા રહેલ અને ફરી ભારત આવતા ખેડૂતનો જીવ તેણે પોતાની વાડીએ દેશી પદ્ધતિથી ગોલાબોર અને ઘઉંનું વાવેતર કર્યુ હતું. આ તકે પ્રગતિશીલ ખેડૂત ભીખાભાઈ પટોડીયાએ જણાવેલ કે, આધુનિક જંતુનાશક દવાઓ, ખાતર વગેરે ઝેરી રાસાયણો પાકમાં છંટકાવ કરવાથી તેની ઝેરી અસર પાક એટલે કે ખેડૂતે વાવેલ વસ્તુઓમાં જાય છે. આને કારણે મનુષ્ય જાનને મોટા પ્રમાણમાં હાની પહોંચાડે છે.

ભીખાભાઈ પટોડીયા (ઉ.વ.૮૦) અને તેમના પત્નિ રાધાબેન (ઉ.વ.૭૮) બન્ને સાથે મળી ઓર્ગેનીક ખેતી કરવાનું કામ ચાલુ કરેલ અને તેમા માત્ર દેશી ખાતર સિવાય કોઈ પેસ્ટીસાઈઝ વગર પોતાની આગવી સુઝથી ઘઉં વગેરેની ખેતી કરે છે અને તેની ઉત્પાદન પણ આધુનીક ખેતી જેટલુ જ મળે છે અને વળી બજાર ભાવ કરતા ઓર્ગેનીક ખેતી વસ્તુઓ વાડીએથી વહેચાઈ જાય છે અને બજાર કરતા થોડા ઉંચા ભાવે વેંચાઈ છે અને હવે અમેરિકામાં પણ લોકો ઓર્ગેનીક ખેતી તરફ વળેલ છે અને ૮૦ વર્ષની ઉંમરે પણ યુવાનોને સરમાવે તેવી મહેનત કરી આજના યુવાનોને આ એનઆરઆઈ ખેડૂત પાસેથી પ્રેરણા લેવી જોઈએ.

(1:11 pm IST)