Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

પોરબંદર માછીમાર મહામંડળ દ્વારા ડીઝલવેટ રીફંડ સહિત પ્રશ્નોની ઉચ્ચકક્ષાએ રજૂઆત

પોરબંદર, તા.રર : ગુજરાત માછીમાર મહામંડળના નેજા હેઠળ જખ્ખોથી લઇ અને દક્ષિણ ગુજરાતના માછીમારોના પ્રશ્નોની રજુઆત માટે મત્સ્યઉદ્યોગ મંત્રીશ્રી આર.સી. ફળદુની હાજરીમાં મત્સ્યઉદ્યોગના સચિવશ્રી ક્રિષ્ના મુરલી તથા કમીશ્નરશ્રી મોહમ્મદ સાહીદ સાથે પ્રશ્નોની રજુઆત કરેલ હતી.

 રજૂઆતમાં ડિઝલ વેટ રિફંડમાં નવા ઠરાવનો વિરોૅ કરી જુના ઠરાવ મુજબ તમામ બોટના તમામ ફિશરમેનોને ડિઝલ વેટ રિફંડ આપવાની માંગણી કરવામાં આવેલ જેના જવાબમાં આ બાબતે મુખ્ય મંત્રીશ્રી પાસે ટુંક સમયમાં રજુઆત કરી નિકાલ કરવાની ખાત્રી આપેલ હતી.

રાજય સરકાર તરફથી નાની હોળી માટે વાપરવામાં આવતાં કેરોસીન વિતરણ નીતિ તેમજ સબસીડી સહાય માટે થયેલા નવા ઠરાવનો તમામ બંદરોમાંથી ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, અને જુના નિયમ મુજબ કેરોસીન ખરીદી વખતે જ સબસીડી સહાય બાદ કરીને આપવી અને જુના નિયમો પ્રમાણે છુટક વિક્રેતા પાસેથી જ કેરોસીન ખરીદવા માંગણી કરવામાં આવતા અધિકારીશ્રીઓને મંત્રીશ્રી આર.સી.ફળદુ સાહેબે સુચના આપી તાત્કાલિક ઘટટુ કરવા સુચના આપવામાં આવી હતી.

અન્ય રાજયોમાં જે પ્રમાણે ડિઝલ કવોટા ૩પ૦૦૦ થી ૪૦,૦૦૦ લી છે તે પ્રમાણે ગુજરાતનાં માછીમારોને પણ આપવામાં આવે તેવી માંગણી થતા બીજા રાજયોમાં ફિસરીશ વિભાગમાંથી માહિતી લઇ, તેવા લાભો ગુજરાતના માછીમારો ને આપવાની ખાત્રી આપવામાં આવેલ હતી.

વડાપ્રધાન સોફટ લોન પેકજ માં કરવુ લાભાર્થીઓ પૈકી બાકી રહેલ (૬પ) લાભાર્થીઓ પ્રત્યેકને બોટદીઠ ૬(લાખ) બાકી રહેલ તે રકમની રજુઆત કરશે અને રાજય સરકાર તરફથી અન્ય સ્કીમમા
 સમાવેશ કરીને લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.

લાઇન ફિસીંગ અને પરસેન ફિસીંગ (પેરા ફિસીંગ) ગુજરાતમાં સદંતર બંધ કરવી તે રજુઆત કરતા રાજય સરકાર તરફથી કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસ ને આ બાબતે સુચના આપવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી.

નાના બંદરોના પડતર પ્રશ્નો જેવા કે ડ્રેઝીંગ, પ્લેટફોર્મ, પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવા અધિકારીઓને તાત્કાલીક કામગીરી હાથ ધરવા સુચના આપવામાં આવી, તેમજ દરેક બંદરોના સ્થાનિક પ્રશ્નો ની રજુઆત કરવામાં આવી હતી.

(11:22 am IST)