Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

પોરબંદર જિલ્લામાં હોળી-ધૂળેટી તહેવારોમાં કાયદો વ્યવસ્થા જાળવવા એસ.પી.ને રજૂઆત

પોરબંદર, તા. ૨૩ :. કિશાન સંઘ એસ.પી.ને રજૂઆતમાં હોળી-ધૂળેટીના તહેવારો દરમ્યાન કાયદો વ્યવસ્થા જાળવવા જણાવેલ છે.

પોરબંદર જીલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં બહુ ધામધૂમથી આ તહેવારો ઉજવાય છે. આ તહેવારો દરમ્યાન પોરબંદર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુચારૂરૂપે જળવાય રહે તે જરૂરી છે. તમામ પ્રજાજનો આનંદ મંગળથી ઉત્સાહભેર શાંતિથી આ તહેવારો માણી શકે. તેમજ ભાઈચારો શાંતિ સુલેહ ઉલ્લાસ જળવાય રહે તે માટે આ ધાર્મિક તહેવારો દરમ્યાન કડક પોલીસ વ્યવસ્થા ગોઠવવા રજૂઆતમાં જણાવાયુ છે.

(11:21 am IST)