Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

બરડામા ફ્રુટની ખેતી માટે અનેક સંભાવનાઓ

ભૂતકાળમાં સફળ પ્રયોગઃ મોસબી સંતરા દાડમના મબલખ ઉતારા

પોરબંદર તા.૨૨: બરડા ડુંગરની ખેતી વિષયક જમીનમા ફ્રુટની ખેતી માટે અનેક સંભાવનાઓ છે.

ખાપટમાં ભૂતકાળમા સરકારી ફાર્મના બાગાયત અધિકારી અમીલાલભાઇએ નાગરવેલના વાવેતરનો સફળ પ્રયોગ કર્યો હતો. ઉપરાંત એક સમયે પ્રચલીત બંગલો પાન અને કલકતી મીઠી પાનનું પણ વાવેતર કરેલ હતું. તેમણે બખાઇ કારેલાના વાવેતરનો પ્રયોગ કર્યો હતો.

ખાપટમાં વર્ષો પહેલા બટેટાની ખેતી કરવામા આવતી હતી. જે સમય જતા બંધ થઇ ગયેલ આજે અદ્યતન સંશોધન ખેતી પધ્ધતિથી બરડા ડુંગરમાં ખેતી કરવામા આવે તો સારૂ ઉત્પાદન થઇ શકે છે.

બરડાની જમીન આદુ અને હળદરની ખેતી માટે અનુકુળ હોવાનુ જાણકારો જણાવે છે. ખાપટમાં કૃષિ યુનિવર્સિટી સંલગ્ન કેન્દ્ર કાર્યરત છે.

(11:21 am IST)