Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ભાવનગર પાસે ૨ કારમાંથી ૧.૫૦ લાખનો દારૂ - બિયરનો જથ્થો ઝડપાયોઃ આરોપી નાસી ગયા

ભાવનગર તા. ૨૩ : ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એચ.ઠાકર સાહેબની સુચનાથી ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં બહારથી પરપ્રાંત ઇંગ્લીશ દારૂની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ જે દરમ્યાન નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એચ.ઠાકરને મળેલ બાતમી આધારે બોરતળાવ પો.ઇન્સ. કે.એમ.રાવલ તથાઙ્ગ ડી.વાય.એસ.પી. કચેરીના પો.સ.ઇ. આર.ડી.ગરવા તથા વરતેજ પો.સ.ઇ. જે.પી.ગઢવી તથા બોરતળાવ પો.સ્ટે.ના એસ.ટી.મહેશ્રરી તથા સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતાં.

દરમ્યાન પો.સ.ઇ. આર.ડી.ગરવાને ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, હાદાનગર જુના રૂષીરાજનગરમાં જગદીશ ઉર્ફે માંદો તેના રહેણાકના ઘર પાસે અલગ અલગ કારોમાં પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતો હોવાની તથા ગાડીઓમાં પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂ રાખેલ હોવાની બાતમી આધારે સ્ટાફનાં માણસોએ સંયુકત રીતે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં જુના રૂષીરાજનગરમાં પ્લોટ નં. ૬૧ની સામે આવેલ હનુમાનજીના મંદિર સામે આવતા પ્રથમકાર સ્કોરપીયો જે કારના નં. GJ-1-HF-3537 ની તથા ટાવેરા કાર નં. GJ-4-W-9829 તથા ટાટા ઇન્ડીકા વીસ્ટા કાર નં. GJ-4-AP-2409 ની મળી આવેલ. તપાસ કરતા ઇંગ્લીશ દારૂની નાની મોટી કુલ બોટલ નંગ-૪૩૨ તથા બીયર નંગ-૨૬૪ મળી કુલ કિં.રૂ.૧,૫૦,૨૦૦ નો ઇંગ્લીશ દારૂ તથા આ ત્રણેય કારોની કિં.રૂ. ૭,૨૫,૦૦૦ મળી કુલ કિં.રૂ. ૮,૭૫,૨૦૦નો મુદામાલ મળી આવેલ રેઇડ દરમ્યાન ત્રણેય આરોપીઓ (૧) સંજયસિંહ ઉર્ફે ભાણુભા સહદેવસિંહ સરવૈયા (૨) જગદિશ ઉર્ફે માંદો બળવંતભાઇ બારડ તથા (૩) ગોપાલ બળવંતભાઇ બારડ નાઓ રેઇડ દરમ્યાન નાસી ગયેલ જે અંગે ત્રણેય વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહી.એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે.

ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લેવામાં ડી.વાય.એસ.પી. કચેરીના સ્ટાફ તથા વરતેજ પો.સ્ટે. તથા બોરતળાવ પો.સ્ટે.ના પોલીસ ટીમને સફળતા મળેલ છે. તેમજ આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરેલ છે.

(11:20 am IST)