Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

સ્ટેમસેલે કરી જિંદગીને ધબકતીઃ પથારીમાંથી ઉભી નહીં થઇ શકનાર વિરાલી મોદી આજે નૃત્ય કરી શકે છે

વિશ્વ વિખ્યાત ન્યુરો સર્જન ડો.આલોક શર્મા કહે છે સ્ટેમસેલ થકી ઓટીઝમ, મસ્કયુલર ડીસ્ટ્રોફી,સેલીબ્રલ પાલ્સી, પેરેલિસીસ,હેડ ઇન્જરીના દર્દીઓ ને ફાયદો, ૨૫મી એ રાજકોટમાં ફ્રી નિદાન કેમ્પ, અત્યાર સુધી ૫૦ દેશના ૫૦૦૦ દર્દીઓની સ્ટેમ સેલ દ્વારા સારવાર કરાઇ હોવાનો ડો.નંદીની ગોકુલચંદ્રનો દાવો

ભુજ તા.૨૩: મને ડોકટરોએ ત્રણ વખત મૃત જાહેર કરી હું સાવ પથારીવશ હતી, પણ હવે હું નૃત્યુ કરી શકું છુ. મોટીવેશનલ સ્પીકર તરીકે દિવ્યાંગોને આત્મવિશ્વાસ આપુ છું તેમના હકક માટે લડત ચલાવું છું. પરંતુ આ બધું શકય બન્યું તેનુ કારણ ''સ્ટેમસેલ થેરપી''આ શબ્દો છે. પેરાપ્લેજીકની દર્દી વિરાલી મોદીના!!!

ગાંધીધામમાં પત્રકાર પરિષદમાં વિરાલી મોદીની સાથે રહેલા મુંબઇની ન્યુરોસર્જન બ્રેઇન હોસ્પીટલના ડેપ્યુટી ડાયરેકટર ડો.નંદિની ગોકુલ ચંદ્રન મુખ્ય ડાયરેકટર તેમજ વિશ્વ વિખ્યાત ન્યુરો સર્જન ડો.આલોક શર્માને ટાંકતા કહે છે કે સ્ટેમસેલ થકી કરોડરજથુ (સ્પાઇનલ કોડ ઇન્જરી) અને જ્ઞાનતંતુ (ન્યુરો)ક્ષેત્રે સારવારમાં ક્રાંતિ આવી છે. મુંબઇની તેમની ઇન્સ્ટીટયુટ ન્યુરોજન બ્રેઇન હોસ્પીટલ દ્વારા અત્યાર સુધી ૫૦ થી'યે વધુ દેશોના ૫૦૦૦ દર્દીઓની સારવાર સ્ટેમસેલના પ્રત્યારોપણ દ્વારા કરાઇ છે. ડો નંદિની ગોકુલ ચંદ્રન કહે છે કે સ્ટેમસેલ પધ્ધતિ ખૂબ જ સુરક્ષિત છે. તેનું કારણ સ્ટેમ દર્દીના બોનમેરોમાંથી એક સોઇની મદદથી મેળવવામાં આવે છે, તેને ફરી તેના સ્પાઇનલ ફલુઇડમાં પ્રોસેશીંગ કરી ઇન્જેકટ કરવામાં આવે છે તે દર્દીના જ પોતાના શરીરમાંથી લેવામાં આવતુ હોવાથી તેમાં રિજેકશન કે આડઅસરની સમસ્યા રહેતી નથી આમ સ્ટેમસેલ સંપૂર્ણ સુરક્ષિત પ્રક્રિયા છે. મુંબઇની તેમની ઇન્સ્ટીટયુટ મધ્યે ૮ દિવસમાં આ સારવાર પૂર્ણ થાય છે.

જોકે, સ્ટેમસેલની સાથે ફીઝીયોથેરેપી પણ જરૂરી રહે છે. વિરાણી મોદીએ સ્ટેમસેલ સારવાર પછી સતત કસરત કરીને પોતાની પૂર્વવત જિંદગી શરૂ કરી છે. આજે તે એકલી દુનિયાભરમાં ફરે છે. બીબીસીની ૧૦૦ પાવરફુલ વીમેન્સની યાદીમાં તેણીને સ્થાન અપાયું છે દિવ્યાંગોને સુવિધાઓ મળે તે માટે માય ટ્રેન ટુ અને રેમ્પ માય રેસ્ટોરા જેવા સફળ કેમ્પેઇન ચલાવે છે. સફળ મોડેલ અને એકટ્રેસ વિરાણી મોદી કહે છે કે કેન્દ્ર સરકાર દિવ્યાંગો માટે યોજાનાઓની જાહેરાતો કરે છે, પણ અમલ થતો નથી. તેને દુઃખ છે કે આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર દ્વારા અને શોશ્યલ મીડીયા દ્વારા પણ ધ્યાન ખૈચ્યુ છે પરંતુ જવાબ મળ્યો નથી દિવ્યોગોની વાસ્તવિકતા સમજીને સરકારે ધ્યાન આપવુ જોઇએ સ્ટેમસેલ વિશેની જાગૃતિની સાથે નિઃશુલ્ક મેડીકલ ચેકએપ કેમ્પનુ આયોજન ૨૫મી ફેબ્રુઆરીએ રાજકોટમાં કરાયું છે. જેની વધુ માહિતી માટે પુશકલા (મો. ૯૮૨૧૫ ૨૯૬૫૩)નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(11:51 am IST)