Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

બોટાદમાં ડો. સૈયદના સાહેબની ઝલક નિહાળી અસંખ્ય અનુયાયી ભાવવિભોર

દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ સૌરાષ્ટ્રનો પ્રવાસ પૂણ કરી ગઇરાત્રે મુંબઇ રવાના

જસદણ, તા. ર૩ : બોટાદમાં રેલ્વે સ્ટેશન ખાતે ગત રાતરીના વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના પ૩માં દાઇ (સર્વોચ્ચ ધર્મગુરૂ) ડો. સૈયદના અબુ જાફરસ્સાદીક આલી કદર મુફદલભાઇ સાહેબ સેૈફુદીને દર્શન આપતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત અનુયાયીઓની હર્ષભરે આંખો ભીની થઇ ગઇ હતી.

ભાવનગર, તળાજા, ગારીયાધાર, ઘોઘા, પાલીતાણા, રાજુલા, સાવરકુંડલા સહિતના શહેરોનો પ્રવાસ પૂર્ણ કરી ડો. સૈયદના સાહેબ ગત રાત્રિના સોનગઢથી ટ્રેઇન મારફત મુંબઇ રવાના થયા હતાં.

(11:19 am IST)